ભારતે દક્ષિણ આફ્રિકાને 203 રનથી હરાવ્યું, સીરિઝમાં 1-0થી આગળ

06 October, 2019 03:37 PM IST  |  વિશાખાપટ્ટનમ

ભારતે દક્ષિણ આફ્રિકાને 203 રનથી હરાવ્યું, સીરિઝમાં 1-0થી આગળ

સાઉથ આફ્રિકાને ભારતે આપી હાર..

ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને પહેલા ટેસ્ટ મેચમાં કરારી હાર આપી છે. વિશાખાપટ્ટનના YS રાજશેખર રેડ્ડી ક્રિકેટ સ્ટેડિયમમાં રમવામાં આવેલા મુકાબલામાં ભારતમાં દક્ષિણ આફ્રિકાને 203 રનથી હરાવી દીધું છે. સાથે ત્રણ મેચની સીરિઝમાં ભારતને 1-0થી  બઢત મેળવી છે.

દક્ષિણ આફ્રિકાની હાર
395 રનના લક્ષ્યનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાની ટીમ પોતાની બીજી ઈનિંગમાં 191 રન પર જ ઑલઆઉટ થઈ ગઈ અને મુકાબલો હારી ગઈ. દક્ષિણ આફ્રિકા તરફથી બીજી ઈનિંગમાં ડેન પીટે 56 રન અને એડમ માર્ક્રમે 39 રન બનાવ્યા, જ્યારે સેન્યુરન મુથુસ્વામી 49 રન બનાવીને પાછા ગયા. ભારત તરફથી મોહમ્મદ શમીએ 5, રવીન્દ્ર જાડેજાએ 4 અને આર અશ્વિને 1 વિકેટ લીધી.

સાઉથ આફ્રિકાની બીજી ઈનિંગ
મેચના ચોથા દિવસે પ્રોટિયાજ ટીમે 11 રન બનાવીને એક વિકેટ ગુમાવી હતી. ત્યાં જ, મેચના છેલ્લા દિવસે બીજા જ ઑવરમાં આર અશ્વિને થ્યૂસન ડિબ્રૂયનને બોલ્ડ કરી દીધો. જેણે 25 બૉલમાં 10 રન બનાવ્યા હતા. જ્યારે તેંબા બવૂમા ખાતું ખુલ્યા વગર જ ક્લીન બોલ્ડ થઈ ગયા.

મેહમાન ટીમને ચોથો ઝટકો કેપ્ટન ડુપ્લેસીના રૂપમાં લાગ્યો. જેઓ શમીનો શિકાર બન્યા. શમીએ તેમને ક્લીન બોલ્ડ કર્યા. પહેલી ઈનિંગમાં શતક લગાવનાર ક્વિંટન ડિકૉક બીજી ઈનિંગમાં વધુ ટકી ન શક્યા અને ક્લીન બોલ્ડ થઈ ગયા.

દક્ષિણ આફ્રિકાને છઠ્ઠો ઝટકો રવીન્દ્ર જાડેજાને આપ્યો, જેમણે પોતાના જ બૉલ પર શાનદાર કેચ લીધો અને એડન માર્ક્રમને રવાના કર્યા. તેઓ 39 રન બનાવીને આઉટ થયા. જાડેજાએ આ ઓવરની ચોથી બોલ પર વર્નોનને આઉટ કર્યા. છેલ્લી બે વિકેટ શમીના ખાતામાં ગઈ અને દક્ષિણ આફ્રિકા હારી ગયું.

આ પણ જુઓઃ Jasprit Bumrahની 'જેન્ટલમેન' સ્ટાઈલને આપનાવો આવી રીતે...

જણાવી દઈએ ક ભારતની પહેલી ઈનિંગમાં 502 રન બનાવીને ઈનિંગ ઘોષિત કરી દીધી હતી, જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ 431 રન પર ઢેર થઈ ગઈ હતી. અને બીજી ઈનિંગમાં ભારતે 323 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં ટીમ 191 રન પર ઢેર થઈ ગઈ.

south africa sports news