ભારતે ઐતિહાસીક ટેસ્ટમાં બાંગ્લા.ને ઇનીંગ અને 46 રને હરાવી સીરિઝ જીતી

24 November, 2019 02:05 PM IST  |  Kolkata

ભારતે ઐતિહાસીક ટેસ્ટમાં બાંગ્લા.ને ઇનીંગ અને 46 રને હરાવી સીરિઝ જીતી

ટીમ ઇન્ડિયા (PC : BCCI)

કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન પર ટીમ ઇન્ડિયા પોતાની પહેલી ડે-નાઈટ ટેસ્ટમાં બાંગ્લાદેશને એક ઇનિંગ્સ અને 46 રને માત આપ્યું હતું. ભારત એક ઇનિંગ્સના માર્જિનથી સતત 4 મેચ જીતનાર પહેલો દેશ બની ગયો છે. ટીમ ઇન્ડિયાએ તે સાથે જ સતત સાતમી ટેસ્ટ જીતી છે. ભારતે સીરિઝ 2-0થી પોતાના નામે કરી છે. પહેલી ઇનીંગમાં 241 રનની લીડ મેળવ્યા બાદ ભારતે બાંગ્લાદેશને બીજા દાવમાં 195 રનમાં ઓલઆઉટ કર્યું હતું. યજમાન ટીમ માટે બીજા દાવમાં ઉમેશ યાદવે 5 અને ઇશાંત શર્મા 4 વિકેટ લીધી હતી. ઉમેશ યાદવ મેન ઓફ ધ મેચ બન્યો હતો જ્યારે ઇશાંત શર્મા મેન ઓફ ધ સીરિઝ રહ્યો હતો.

મહમ્મદુલ્લાહ રિટાયર્ડ હર્ટ થયો
મહમ્મદુલ્લાહ 39 રને હેમસ્ટ્રીંગ ખેંચાતા રિટાયર્ડ હર્ટ થયો હતો. મહેદી હસન 15 રને ઇશાંતની બોલિંગમાં ફર્સ્ટ સ્લીપમાં કોહલીના હાથે કેચ આઉટ થયો હતો. ઓપનર એસ ઇસ્લામ શૂન્ય રને ઇશાંતની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો. તેના પછી મોમિનુલ હક શૂન્ય રને ઇશાંતની બોલિંગમાં કીપર સાહાના હાથે કેચ આઉટ થયો હતો. મોહમ્મદ મિથુન ઉમેશ યાદવની બોલિંગમાં મિડવિકેટ પર શમીના હાથે કેચ આઉટ થયો હતો.


ટીમ ઇન્ડિયા પહેલી ઇનીંગ 347/9 ડિક્લેર કર્યો
બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા પહેલાથી જ મજબૂત સ્થિતિમાં છે. મહેમાન ટીમને 106 રનમાં ઓલઆઉટ કર્યા પછી ભારતે વિકેટે 347 દાવ ડિક્લેર કર્યો હતો. ભારત માટે વિરાટ કોહલીએ 136 રનની કપ્તાની ઇનિંગ્સ રમીને આઉટ થયો હતો. તેણે પોતાના ટેસ્ટ કરિયરની 27મી અને ભારત માટે પિન્ક-બોલ ટેસ્ટમાં પ્રથમ સદી ફટકારી. તૈજુલ ઇસ્લામે હુસેનની બોલિંગમાં ફાઈન-લેગ પર કોહલીનો જોરદાર કેચ કર્યો હતો. કોહલીએ કેપ્ટન તરીકે બધા ફોર્મેટની કુલ 188 ઇનિંગ્સમાં 41મી સદી મારી છે. કપ્તાન તરીકે સૌથી વધુ સદીના મામલે તેણે રિકી પોન્ટિંગની બરોબરી કરી છે. પોન્ટિંગે 41 સદી માટે કોહલી કરતા ડબલ એટલે કે 376 ઇનિંગ્સ લીધી હતી. દક્ષિણ આફ્રિકાનો પૂર્વ કપ્તાન 33 સદી સાથે આ સૂચિમાં ત્રીજા સ્થાને આવે છે.

આ પણ જુઓ : જાણીતા ક્રિકેટર્સની તેમના બાળકો સાથેની આ ક્યૂટ તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય...

ભારતે સતત ચોથી ટેસ્ટ એક ઇનિંગ્સના માર્જિનથી જીતી
આ પહેલા ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકાને રાંચી ખાતે એક ઇનિંગ્સ અને 202 રને અને પુણે ખાતે એક ઇનિંગ્સ અને 137 રને હરાવ્યું હતું. તે પછી બાંગ્લાદેશને ઇન્દોરમાં એક ઇનિંગ્સ અને 130 રન હરાવ્યું હતું. આ મેચ જીતીને ભારતે સતત ચોથી ટેસ્ટ એક ઇનિંગ્સના માર્જિનથી જીતી છે. અગાઉ 1992 અને 1993માં ટીમે સતત ત્રણ મેચ એક ઇનિંગ્સના માર્જિનથી જીતી હતી.

cricket news team india virat kohli bangladesh ishant sharma umesh yadav