બીજી યુથ વન-ડે મૅચમાં ભારતે ૧૦૩ રનથી કાંગારૂઓને કચડીને સિરીઝ પર કબજો કર્યો

22 September, 2026 08:31 AM IST  |  Rajkot | Gujarati Mid-day Correspondent

રાજકોટમાં ભારતે ઑસ્ટ્રેલિયા અન્ડર-19ને બીજી વન-ડેમાં ૧૦૩ રને હરાવી ત્રણ મૅચની સિરીઝ ૨-૦થી જીતી લીધી. યશવર્ધન ચૌહાણે ૧૨૨ રન ફટકાર્યા, જ્યારે ભારતે ૩૪૧/૭નો સ્કોર કર્યો હતો. ઑસ્ટ્રેલિયાની ટીમ ૨૩૮ રને ઑલઆઉટ થઈ હતી. ભારતે જીત મેળવી છે.

પ્લેયર ઑફ ધ મૅચ યશવર્ધન ચૌહાણ

રાજકોટમાં ગઈ કાલે ભારત અને ઑસ્ટ્રેલિયાની મેન્સ અન્ડર-19 ટીમ વચ્ચે બીજી વન-ડે મૅચ રમાઈ હતી. ભારતે ૫૦ ઓવરમાં ૩૪૧/૭નો સ્કોર કર્યો હતો. જવાબમાં ઑસ્ટ્રેલિયા ૪૧.૧ ઓવરમાં ૨૩૮ રનના સ્કોર પર ઑલઆઉટ થયું હતું. ત્રણ વન-ડે મૅચની સિરીઝ પર ભારતે ૨-૦થી કબજો કર્યો છે. 
ભારતની યુથ ટીમના વાઇસ-કૅપ્ટન યશવર્ધન ચૌહાણે ૧૦૦ બૉલમાં ૧૫ ફોર અને બે સિક્સની મદદથી ૧૨૨ રન કર્યા હતા. વીરેન્દર સેહવાગના દીકરા આર્યવીર સેહવાગે ૪૮ બૉલમાં ૯ ફોરની મદદથી ૪૭ રન કર્યા હતા. રાહુલ દ્રવિડનો દીકરો અન્વય દ્રવિડ ૮ બૉલમાં એક ફોરની મદદથી ૯ કરીને તંબુભેગો થયો હતો. ઑસ્ટ્રેલિયાએ રન-ચેઝ દરમ્યાન ૩૦.૫થી ૪૧.૧ ઓવર દરમ્યાન ૩૯ રનની અંદર છેલ્લી પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ભારત માટે ચિગુરુપતિ વેન્કટાએ ૮ ઓવરમાં ૬૪ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. કાવ્ય પટેલ અને યશવર્ધન ચૌહાણે ૨-૨ વિકેટ લીધી હતી. 

india australia one day international odi team india rajkot cricket news sports news sports