ભારતીય બોલર્સની ચુસ્ત બોલિંગ, જીત માટે 237 રનનો ટાર્ગેટ

02 March, 2019 05:31 PM IST  | 

ભારતીય બોલર્સની ચુસ્ત બોલિંગ, જીત માટે 237 રનનો ટાર્ગેટ

ભારત માટે જીત માટે 237 રનનો ટાર્ગેટ

ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી પહેલી વન-ડેમાં પહેલી ઈનિંગ બાદ ઓસ્ટ્રેલિયાનો સ્કોર સાત વિકેટે 236 રન બનાવ્યા છે. ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતી 236 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયા તરફથી ઉસ્માન ખ્વાઝાએ સૌથી વધુ રન ફટકાર્યા હતા. ઓસ્ટ્રેલિયન ટીમના મધ્યમ હરોળના બેટ્સમેનો દ્વારા સારો સ્કોર કરતા ઓસટ્રેલિયન ટીમ 236ના સ્કોર સુધી પહોંચી હતી. T-20મા સિરીઝ હાર પછી ભારતીય બોલર્સે કમબેક કર્યું છે. ભારત તરફથી શામી, બુમરાહ અને કુલદિપ યાદવને 2-2 વિકેટ મળી હતી જ્યારે 1 વિકેટ કેદાર જાદવના ખાતામાં ગઈ હતી.

બેંગ્લોરના રાજીવ ગાંધી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી પહેલી ઇનિંગમાં ભારતીય બોલર્સે કમબેક કરતા ઓસ્ટેલિયન ટીમને 236ના સ્કોર પર રોકી છે. મેચ દરમિયાન કોઈ પણ ભારતીય બોલરે ઓસ્ટ્રેલિયન પાર્ટનરશિપને મજબુત થવા દિધી હતી નહી. આ જ કારણે ઓસ્ટ્રેલિયન ટીન પ્રેસરમાં રહી હતી જો કે કૈરી અને કુલ્ટર નાઈલના અનુક્રમે 36 અને 28 રને ટીમને સારા સ્કોર સુધી પહોચાડ્યો હતો.

 

આ પણ વાંચો: સ્પોર્ટ્સની કોઈ પણ માહિતી હવે ખેલો ઇન્ડિયા ઍપ પર મેળવો

 

ઉલ્લેખનીય છે કે T-20 સિરીઝ હાર પછી ભારતીય ટીમ જીત સાથે વન-ડે સિરીઝ જીત સાથે બેટિંગ કરવા મેદાન પર ઉતરશે જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ જીતની સફર ચાલુ રાખવા મેદાન પર ઉતરશે.

sports news cricket news australia team india