✕

ઇન્ડિયા A ૧૧૩ રનમાં ઑલઆઉટ, કે. એલ. રાહુલ સહિતના પાંચ બૅટર્સ ઝીરો પર આઉટ થયા

25 October, 2026 08:34 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ન્યુ ઝીલૅન્ડ Aની ટીમે પ્રથમ અનઑફિશ્યલ ટેસ્ટના પહેલા દિવસના અંતે ૩ વિકેટે ૧૩૫ રન કરીને બાવીસ રનની લીડ લીધી.

પ્રતીકાત્મક તસવીર

ગઈ કાલે ન્યુ ઝીલૅન્ડ A સામે શરૂ થયેલી પ્રથમ અનઑફિશ્યલ ટેસ્ટ-મૅચમાં ઇન્ડિયા A માત્ર ૧૧૩ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. દિવસના અંતે યજમાન ટીમે ૩ વિકેટે ૧૩૫ રન કરીને બાવીસ રનની લીડ મેળવી લીધી હતી. ઇન્ડિયા Aના પાંચ બૅટર્સ ખાતું ખોલાવ્યા વગર આઉટ થઈ ગયા હતા. એમાં કે. એલ. રાહુલ, સાઈ સુદર્શન, વૉશિંગ્ટન સુંદર, આકાશ દીપ અને મુકેશ ચૌધરીનો સમાવેશ હતો. યશસ્વી જાયસવાલ ૧૭ રન કરીને અને દેવદત્ત પડિક્કલ ૩૨ રન કરીને આઉટ થયા હતા. યશ રાઠોડે હાઇએસ્ટ અણનમ ૪૪ રન કર્યા હતા.

team india new zealand test cricket kl rahul devdutt padikkal indian cricket team sports news sports washington