પ્રિયાંક પંચાલની ફર્સ્ટ ક્લાસમાં 21મી સદી,India-A અને Africa-A મેચ ડ્રો

20 September, 2019 04:00 PM IST  |  Mumbai

પ્રિયાંક પંચાલની ફર્સ્ટ ક્લાસમાં 21મી સદી,India-A અને Africa-A મેચ ડ્રો

ગુજરાતી ક્રિકેટર પ્રિયાંક પંચાલ

Mumbai : ઇન્ડિયા A અને દક્ષિણ આફ્રિકા A વચ્ચેની મૈસુર ખાતેની બીજી ટેસ્ટ ડ્રો રહી હતી. પ્રથમ ઇનીંગમાં 17 રનની લીડ મેળવ્યા બાદ ઇન્ડિયા Aએ બીજા ઇનીંગમાં 3 વિકેટ ગુમાવીને 202 રન કર્યા હતા. ત્યારે બંને ટીમોએ અંતિમ દિવસે માત્ર એક સેશન જેટલી રમત બાકી હોવાથી ડ્રો માટે હાથ મિલાવ્યો હતો. યજમાન ટીમ માટે ઓપનર પ્રિયાંક પંચાલે શાનદાર પ્રદર્શન કરતા 109 રનની ઇનિંગ્સ રમી હતી.


અમદાવાદના પ્રિયાંકની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 21મી સદી
ટીમ ઇન્ડિયામાં લાંબા સમયથી ઓપનરની ભૂમિકા માટે પોતાની દાવેદારી રજૂ કરનાર પ્રિયાંકે ફરી એકવાર બેટ વડે સારું પ્રદર્શન કર્યું હતું. પ્રથમ ઇનિંગ્સમાં માત્ર 6 રને આઉટ થયા પછી પ્રિયાંકે બીજી ઇનિંગ્સમાં સદી ફટકારી હતી. તેણે 192 બોલમાં 9 ચોક્કા અને 4 છગ્ગાની મદદથી 109 રન કર્યા હતા. તેમજ પોતાના ફર્સ્ટ ક્લાસ કરિયરની 21મી સદી ફટકારી હતી. તેનો સાથ આપતા કરુણ નાયરે અણનમ 51 અને અભિમન્યુ ઈશ્વરને 37 રનનું યોગદાન આપ્યું હતું.

આ પણ જુઓ : પ્રિયાંક પંચાલઃ ટીમ ઈન્ડિયાના દરવાજા ખખડાવી રહ્યો છે આ ગુજરાતી ક્રિકેટર

એડન માર્કરમનું ફોર્મ દક્ષિણ આફ્રિકા માટે સારા સમાચાર
વનડે સીરિઝમાં 1-4 અને તેમજ પ્રથમ ટેસ્ટ 7 વિકેટે ગુમાવ્યા પછી દક્ષિણ આફ્રિકા-Aની ટીમે પહેલી વાર સીરિઝમાં ફાઇટ આપી હતી. તેઓ પ્રથમ ટેસ્ટમાં બંને દાવમાં અનુક્રમે 164 અને 186 રનમાં ઓલઆઉટ થયા હતા. તેમના માટે એડન માર્કરમે 161 રનની ઇનિંગ્સ રમી હતી. આ સાથે જ તે ભારત વિરુદ્ધ ઓપનિંગ કરે તે લગભગ નક્કી છે. ભારત અને દક્ષિણ આફ્રિકા ત્રણ ટેસ્ટ સીરિઝની પ્રથમ ટેસ્ટ 2 ઓક્ટોબરના રોજ વિશાખાપટ્ટનમ ખાતે રમશે.

cricket news sports news board of control for cricket in india