કોલકાતા ટેસ્ટ મેચ માટે PM મોદી અને શેખ હસીનાને નિમંત્રણ

17 October, 2019 03:29 PM IST  |  મુંબઈ

કોલકાતા ટેસ્ટ મેચ માટે PM મોદી અને શેખ હસીનાને નિમંત્રણ

શેખ હસીના અને નરેન્દ્ર મોદી

વડાપ્રધાન મોદી અને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને ભારત અને બાંગ્લાદેશની વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં થનારી ટેસ્ટ માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ ટેસ્ટ મેચ 22 થી 26 નવેમ્બર સુધી રમવામાં આવશે. જણાવી દઈએ કે  શેખ હસીના હાલમાં જ ભારત આવ્યા હતા.

જણાવી દઈએ કે બાંગ્લાદેશની ટીમ પહેલી વાર સિટી ઑફ જૉય એટલે કે કોલકાતામાં મેચ રમશે. જે વિશે સૂત્રોએ આઈએએનએસને જાણકારી આપતા કહ્યું કે ક્રિકેટ એસોસિયેશન ઑફ બંગાળ દ્વારા બંને વડાપ્રધાનને આ ઐતિહાસિક અવસર પર મેચ જોવા આવવા માટે નિમંત્રણ મોકલવામાં આવ્યું છે.

2016માં ટી-20 વર્લ્ડ કપમાં અમિતાભ બચ્ચનને બોલાવ્યા
જલ્દી જ તેને લઈને પુષ્ટિ મળવાની આશા છે. બંગાળ ક્રિકેટ એસોસિયેશન આવું પહેલા પણ કરી ચુક્યું છે. આ પહેલા 2016 ટી-20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મેચની યજમાની દરમિયાન અમિતાભ બચ્ચનને બોલાવ્યા હતા અને તેમણે એ દરમિયાન ભારતનું રાષ્ટ્રગીત પણ ગાયું હતું.એટલું જ નહીં આ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન અને પૂર્વ ક્રિકેટર ઈમરાન ખાન પણ મેચ જોવા પહોંચ્યા હતા.

2011 વર્લ્ડ કપના સેમીફાઈનલમાં મનમોહન સિંહ અને ગિલાની રહ્યા હાજર
મહત્વની વાત એ છે કે આ પહેલા ક્રિકેટ મેચમાં આટલી હાઈ-પ્રોફાઈલ હાજરી 2011ના વિશ્વ કપની સેમીફાઈનલમાં જોવા મળી હતી. આ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે થયો હતો. આ મેચ દરમિયાન ભારતના તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહ અને પાકિસ્તાનના તત્કાલિક વડાપ્રધાન યુસૂફ રજા ગિલાની અને દેશના અન્ય પ્રતિનિધિઓ હાજર હતા.

આ પણ જુઓઃ ઉફ્ફ તેરી યે અદા..ટ્રેડિશનલ વેરમાં મન મોહી લેશે ઈશા કંસારા....

જગમોન ડાલમિયા મેમોરિયલ લેક્ચર થશે આયોજિત
બે ટેસ્ટ મેચનીની સીરિઝની બીજી ટેસ્ટ દરમિયાન જગમોહન ડાલમિયા મેમોરિયલ લેક્ચર આયોજિત કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે સૌરવ ગાંગુલી આ વખતે વક્તા રહેશે. સાથે ભારત અને બાંગ્લાદેશની વચ્ચે બીજા ટેસ્ટ દરમિયાન ઈડન ગાર્ડન્સમાં બનનારી અત્યાધુનિક ઈનડોર કોચિંગ સુવિધાનું પણ ઉદ્ધાટન થઈ શકશે.

sheikh hasina narendra modi sourav ganguly kolkata