પાંચ રનના માર્જિનથી ઇન્ડિયા એ વેસ્ટ ઇન્ડીઝ એ સામે હાર્યું

21 July, 2019 09:54 AM IST  |  ઍન્ટિગ્વા

પાંચ રનના માર્જિનથી ઇન્ડિયા એ વેસ્ટ ઇન્ડીઝ એ સામે હાર્યું

અક્ષર પટેલની મહેનત ગઈ પાણીમાં

બિનસત્તાવાર રીતે રમાઈ રહેલી ઇન્ડિયા ‘એ’ અને વેસ્ટ ઇન્ડીઝ ‘એ’ ટીમ વચ્ચે પાંચ મૅચની સિરીઝ રમાઈ રહી છે. આ સિરીઝની ચોથી મૅચમાં ઇન્ડિયા ‘એ’ પાંચ રનના નજીવા માર્જિનથી વેસ્ટ ઇન્ડીઝ ‘એ’ સામે હારી ગઈ છે. શરૂઆતની પહેલી ત્રણ મૅચ જીતીને ઇન્ડિયા ‘એ’ આ સિરીઝ પહેલાં જ પોતાના નામે કરી ચૂકી છે. આ ચોથી મૅચમાં અક્ષર પટેલે ૬૩ બૉલમાં અણનમ ૮૧ રન કર્યા હતા, પણ પાંચ રન ઓછા પડતાં ઇન્ડિયા ‘એ’ આ મૅચ હારી ગયું હતું.

આ પણ જુઓઃ ત્યારે અને અત્યારેઃ જુઓ કેવા લાગે છે અંબાણી પરિવારના સભ્યો

ટીમની શરૂઆત નબળી રહી હતી અને એક સમયે ટીમનો સ્કોર ૬ વિકેટે ૧૬૦ રન હતો. સાતમી વિકેટ માટે અક્ષર પટેલ અને વૉશિંગ્ટન સુંદરે ૬૦ રનનું યોગદાન આપ્યું હતું. છેલ્લી ઓવરમાં જીતવા માટે ૯ રનની જરૂર હતી, પણ ટીમ ૯ વિકેટે ૨૯૩ રન કરીને હારી ગઈ હતી. વેસ્ટ ઇન્ડીઝ ‘એ’ના રોવમેન પોવેલે ૪૭ રન આપીને બે વિકેટ લીધી હતી, જ્યારે કીમો પૉલે ૬૧ રન આપીને બે વિકેટ લીધી હતી. વેસ્ટ ઇન્ડીઝ ‘એ’ વતી સૌથી વધુ ૮૪ રન રોસ્ટન ચેઝે કર્યા હતા, જ્યારે ડેવોન થોમસે ૭૦ અને જોનાથ કાર્ટરે ૫૦ રન કરતાં ટોટલ ૨૯૮ રન થયા હતા. બન્ને ટીમ વચ્ચે છેલ્લી અને અંતિમ મૅચ આજે રમાશે. 

axar patel sports news