ન્યુ ઝીલૅન્ડ સામેની હાર બાદ સાઉથ આ​ફ્રિકા સામે રમવા તૈયાર ઇન્ડિયા

12 March, 2020 07:37 AM IST  |  Dharamsala

ન્યુ ઝીલૅન્ડ સામેની હાર બાદ સાઉથ આ​ફ્રિકા સામે રમવા તૈયાર ઇન્ડિયા

ગેટ સેટ રેડી બૉય્ઝ : પહેલી વન-ડે પહેલાં પ્રૅક્ટિસ કરી રહેલી ઇન્ડિયન ટીમ. (તસવીર : પી.ટી.આઇ.)

ન્યુ ઝીલૅન્ડ સામે વન-ડે અને ટેસ્ટમાં મળેલા કારમા પરાજય બાદ ભારતીય ટીમ આજથી સાઉથ આફ્રિકા સામે વન-ડે સીરિઝનો આગાઝ કરી રહી છે. ત્રણ વન-ડે મૅચોની પહેલી મૅચ આજે ધરમશાલામાં રમાશે. વન-ડેમાં છેલ્લે ન્યુ ઝીલૅન્ડ સામે ભારતનો વાઇટવૉશ થયો હતો, જ્યારે ઑસ્ટ્રેલિયાનો વાઇટવૉશ કરવામાં સાઉથ આફ્રિકા સફળ રહી હતી.

આ વખતે જોવા જેવું છે કે બન્ને ટીમમાંથી કોને વધારે ફાયદો થાય છે? સાઉથ આફ્રિકાનો પર્ફોર્મન્સ પાછલી વન-ડે સીરિઝમાં નોધપાત્ર રહ્યો છે, જ્યારે ભારતને હોમગ્રાઉન્ડનો બેનિફિટ મળી શકે છે. રોહિત શર્મા હજી પણ ઈજાને કારણે સંપૂર્ણ રિકવર થયો ન હોવાને કારણે આ સીરિઝમાં પણ રમતો જોવા નહીં મળે. જોકે ઈજામાંથી બહાર આવેલો શિખર ધવન પોતાનું ફૉર્મ મેળવવાનો પ્રયાસ કરશે. ધવનની સાથે પૃથ્વી શૉ અને શુભમન ગિલમાંથી કોને પસંદ કરવામાં આવે છે એ જોવા જેવું રહેશે.

ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને બોલર ભુવનેશ્વર કુમાર ઈજામાંથી રિકવર થયા બાદ આ સીરિઝમાં કમબૅક કરી રહ્યા છે. આ બન્ને પ્લેયરોનો ટીમ કેટલો ફાયદો ઊઠાવી શકે એ પણ મહત્વનું છે.

બીજી બાજુ ક્વિન્ટન ડી કૉકની ટીમના પ્લેયરો ખાસ્સા ફૉર્મમાં હોવાનું દેખાઈ આવે છે. પોતાના ફૉર્મને લીધે જ તેમણે ઑસ્ટ્રેલિયા જેવી દમદાર ટીમને ક્લીન સ્વીપ આપવામાં સફળતા મેળવી હતી. ફૅફ ડુ પ્લેસીથી માંડી ઍનરીચ નોર્ટચે, લુન્ડી નગિડી જેવા પ્લેયરો પણ યજમાન ટીમને કેટલી પરેશાન કરી શકે એ જોવા જેવું રહેશે.

વન-ડેમાં સૌથી ઝડપથી ૧૨,૦૦૦ રન પૂરા કરવા માટે વિરાટ કોહલીને માત્ર આટલા રનની જરૂર છે. જો તે આ રન સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં બનાવી લેશે તો તે સચિન તેન્ડુલકરનો ફાસ્ટેસ્ટ ૧૨,૦૦૦ રન કરવાનો રેકૉર્ડ તોડી દેશે. વિરાટે ૨૩૯ ઇનિંગ્સમાં ૧૧,૮૬૭ રન બનાવ્યા છે

ભારતમાં કોરોના વાઇરસની અસર ઇન્ડિયા-સાઉથ આફ્રિકાની પહેલી વન-ડે પર જોવા મળી રહી છે. ૨૨,૦૦૦ની ક્ષમતા ધરાવતા હિમાચલ પ્રદેશ ક્રિકેટ અસોસિએશન (એચપીસીએની ૪૦ ટકા જેટલી સીટ હજી પણ વેચાયા વિનાની રહી છે

india south africa cricket news sports news t20 international twenty20 international