ઇન્ડિયા સામેની ટેસ્ટમાં બોલ્ટની એન્ટ્રી

18 February, 2020 11:58 AM IST  |  Wellington

ઇન્ડિયા સામેની ટેસ્ટમાં બોલ્ટની એન્ટ્રી

ટ્રેન્ટ બોલ્ટ

ન્યુ ઝીલૅન્ડ માટે સારા સમાચાર છે કે તેમનો મેઇન બોલર ટ્રેન્ટ બોલ્ટ સ્વસ્થ થઈ ગયો હોવાથી ઇન્ડિયા સામેની ટેસ્ટ સિરીઝમાં ભાગ લઈ શકશે. ઇન્ડિયા-ન્યુ ઝીલૅન્ડ સામેની ટેસ્ટ સિરીઝ ૨૧ ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. ઇન્ડિયા સામેની વન-ડે સિરીઝમાં ડેબ્યુ કરનાર ન્યુ ઝીલૅન્ડનો પ્લેયર કાયલ જેમિસન હવે ટેસ્ટ સિરીઝમાં પણ ડેબ્યુ કરી રહ્યો છે. ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટ ટીમના કોચ ગેરી સ્ટેડે કહ્યું હતું કે ‘સારી વાત છે કે ટ્રેન્ટ ટીમમાં જોડાઈ રહ્યો છે અને જ્યારે તેના હાથમાં બૉલ આવશે ત્યારે તેની એનર્જી અને તેના અનુભવનો અમને ફાયદો મળશે એવી આશા રાખીએ છીએ.’

ઇન્ડિયા સામેની વન-ડે સિરીઝમાં જબરદસ્ત પ્રદર્શન કરનારા કાયલ જેમિસનને પણ ન્યુ ઝીલૅન્ડની ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. બોલ્ટ અને જેમિસન સાથે ટીમમાં ટીમ સાઉધી અને અન્ય બોલરોનો પણ સારો સહયોગ મળી રહેશે એવી ટીમને આશા છે. ઇન્ડિયા સામેની આ પહેલી ટેસ્ટ મૅચ રૉસ ટેલરની ૧૦૦મી ટેસ્ટ મૅચ હશે. ક્રિકેટનાં ત્રણેય ફૉર્મેટમાં ૧૦૦-૧૦૦ મૅચ રમનારો તે વિશ્વનો પ્રથમ પ્લેયર બનશે.

india new zealand sports news cricket news test cricket