30 October, 2026 08:45 AM IST | Auckland | Gujarati Mid-day Correspondent
નેટ્સમાં બોલિંગ પ્રૅક્ટિસ કરતો ભારતીય સ્પિનર કુલદીપ યાદવ, પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન ગઈ કાલે ગપસપ કરતા ઈશાન કિશન અને વૈભવ સૂર્યવંશી, પ્રૅક્ટિસ દરમ્યાન ભારતીય ટીમના બૅટિંગ કોચ સિતાંશુ કોટક સાથે અભિષેક શર્મા અને તિલક વર્મા
ન્યુ ઝીલૅન્ડ અને ભારત વચ્ચેની પાંચ T20 મૅચની સિરીઝની ચોથી મૅચ આજે ઑકલૅન્ડના ઈડન પાર્કમાં રમાશે. ભારતે હૅટ-ટ્રિક જીત સાથે આ સિરીઝ પર પહેલાંથી જ કબજો કરી લીધો છે. હવે શ્રેયસ ઐયર ઍન્ડ કંપની ક્લીન સ્વીપનો ટાર્ગેટ રાખશે.
ઈડન પાર્કમાં આ ફૉર્મેટમાં ભારતનો જીતનો રેકૉર્ડ ૧૦૦ ટકા અને ન્યુ ઝીલૅન્ડનો માત્ર ૪૦.૬૨ ટકાનો રહ્યો છે. અહીં ભારતીય ટીમે ૨૦૧૯થી ૨૦૨૦ની વચ્ચે ત્રણ T20 મૅચ રમી છે અને ત્રણેયમાં જીત નોંધાવી છે. આ ત્રણેય મૅચમાં ભારતે ન્યુ ઝીલૅન્ડ સામે ટાર્ગેટ ચેઝ કરીને વિજય મેળવ્યો હતો.
યજમાન ન્યુ ઝીલૅન્ડ અહીં ૩૩ T20 મૅચમાંથી ૧૩ મૅચ જીત્યું છે અને ૧૬ મૅચ હાર્યું છે. ૪ ટાઇ મૅચમાંથી પણ કિવી ટીમ ૧ જીત અને ૩ હાર મેળવી ચૂક્યું છે. એક મૅચ નો-રિઝલ્ટ પણ રહી છે.
ભારતીય ટીમ-મૅનેજમેન્ટ પાસે T20 સિરીઝ પછી આવનારી વન-ડે અને ટેસ્ટ સિરીઝ પહેલાં પોતાના
કેટલાક મુખ્ય પ્લેયર્સને આરામ આપવાની આ એક તક છે. કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી અને શિવમ દુબે આ ત્રણેય પ્લેયર્સ હજુ સુધી આ સિરીઝમાં રમ્યા નથી. સંભવિત ફેરફારો છતાં ભારતની બૅટિંગ લાઇન-અપ હજુ પણ ખૂબ મજબૂત રહી શકે છે.