કોહલી જેવા પ્લેયરને આઉટ કરવા માટે જ હું રમું છું : બોલ્ટ

19 February, 2020 07:40 AM IST  |  Wellington

કોહલી જેવા પ્લેયરને આઉટ કરવા માટે જ હું રમું છું : બોલ્ટ

ટ્રેન્ટ બોલ્ટ

ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટ ટીમના પ્લેયર ટ્રેન્ટ બોલ્ટનું કહેવું છે કે તે વિરાટ કોહલી જેવા પ્લેયરને આઉટ કરવા માટે જ રમે છે. તે ભારત સામેની ટેસ્ટ-મૅચમાં કમબૅક કરવાનો છે અને આ મૅચ પહેલાં તેનો ઉત્સાહ પૉઝિટિવ લાગી રહ્યો છે. આ વિશે વાત કરતાં ટ્રેન્ટે કહ્યું હતું કે ‘કોહલી એક અસાધારણ પ્લેયર છે અને દરેક એ વાત જાણે છે. વ્યક્તિગત રીતે હું તેના જેવા ધુરંધર પ્લેયરને આઉટ કરવા માટે રમું છું જેથી કરીને પોતાની જાતને તેની સામે પુરવાર કરી શકું. આ જ કારણસર હું ગેમ રમવા આતુર છું.’

મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ-મૅચમાં ટ્રેન્ટ ઈજાગ્રસ્ત થયો હતો જેના બાદ તે ઇન્ડિયા સામેની ટેસ્ટ-મૅચમાં કમબૅક કરી રહ્યો છે. ટ્રેન્ટ ઈજાગ્રસ્ત હતો ત્યારે તે બીજા સંતાનનો પિતા બન્યો હતો.

cricket news sports news virat kohli india new zealand