બે-અઢી કલાકની મહેનત પર પાણી ફરી વળતાં નરાજ થયો બેન સ્ટોક્સ

05 March, 2021 10:47 AM IST  |  Ahmedabad | Agency

બે-અઢી કલાકની મહેનત પર પાણી ફરી વળતાં નરાજ થયો બેન સ્ટોક્સ

વિરાટ-સ્ટૉક્સ

ગઈ કાલે ટેસ્ટ મૅચના પહેલા દિવસે ઇંગ્લૅન્ડની ન‍બ‍‍ળી શરૂઆત બાદ બેન સ્ટોક્સે સારી એવી ફાઇટ આપવાના ઇરાદાથી ૫૫ રન કર્યા હતા, પણ વૉશિંગ્ટન સુંદરના બૉલ પર પોતાની વિકેટ ગુમાવતાં તે નારાજ થયો હતો અને અમદાવાદની કપરી પિચ પર તેની બે-અઢી કલાકની મહેનત પર પાણી ફરી વળ્યું હતું.

આ વિશે પોતાનું ફ્રસ્ટ્રેશન બહાર કાઢતાં સ્ટોક્સે કહ્યું કે ‘હું પિચ પર પોતાને સેટ કરી રહ્યો હતો અને ત્યારે મારી વિકેટ પડી જતાં હું ઘણો નિરાશ થયો હતો. ટેસ્ટ મૅચ જીતવા માટે ૫૦ રન કંઈ ન કહેવાય. એ વિકેટ પર આઉટ થવાનું મને જરાય ન ગમ્યું. બે-અઢી કલાક મહેનત કરીને હું પિચ પર એકદમ કમ્ફર્ટેબલ અનુભવી રહ્યો હતો અને ત્યારે જ મારી વિકેટ પડી ગઈ. હું પોતાનાથી જરાય ખુશ નથી, કેમ કે હું સારું રમી રહ્યો હતો અને સ્ટ્રેઇટ બૉલ પર આઉટ ન થાઉં એનું ખાસ ધ્યાન રાખતો હતો છતાં હું એવા જ બૉલ પર આઉટ થયો. મારા ખ્યાલથી અમે અમારી બૅટિંગથી ઘણા નાખુશ છીએ, કેમ કે અમે વધુ રન કરવાની ક્ષમતા રાખીએ છીએ.’

સ્ટોક્સે મને ગાળ આપી હતી : સિરાજ

ગઈ કાલે ટેસ્ટ મૅચના પહેલા દિવસના પહેલા જ સેશનમાં મોહમ્મદ સિરાજે કરેલી એક ફરિયાદને લીધે વિરાટ કોહલી અને બેન સ્ટોક્સ બાખડી પડ્યા હતા. જોકે આ સંદર્ભે ફોડ પાડતાં પહેલા દિવસના ખેલ બાદ ખુદ સિરાજે કહ્યું કે બેન સ્ટોક્સે મને ગાળ આપી હતી એની ફરિયાદ મેં કૅપ્ટન કોહલીને કરતાં કોહલીએ પરિસ્થિતિને સંભાળી લીધી હતી.

વાસ્તવમાં ઇંગ્લૅન્ડનો કૅપ્ટન જો રૂટ એલબીડબ્લ્યુ આઉટ થતાં બેન સ્ટોક્સ ક્રીઝ પર આવ્યો હતો અને સિરાજે તેને એક બાઉન્સ ફેંક્યો હતો જે સ્ટોક્સને ગમ્યું નહોતું એથી તે સિરાજને કંઈક કહેતો જોવા મળ્યો હતો. આ બન્ને પ્લેયર વચ્ચે કંઈક ગરબડ થતાં કોહલી તરત ત્યાં આવી પહોંચ્યો અને સ્ટોક્સ સાથે વાત કરવા માંડ્યો હતો. ફીલ્ડ અમ્પાયરે બન્નેને પછીથી શાંત પાડ્યા હતા.

india england test cricket ben stokes motera stadium cricket news sports news