“મારી મારીને સોજાવી દીધો છે...”: રિષભ પંતની ફની વાતો સ્ટંપ માઇકમાં કેદ, જુઓ વીડિયો

24 June, 2025 06:57 AM IST  |  London | Gujarati Mid-day Online Correspondent

ઇંગ્લૅન્ડનો એક બૉલર સતત તેને પગ પર બૉલિંગ કરી રહ્યો હતો, જ્યારે બૉલ બૅટ સાથે કનેક્ટ ન થતો હતો, અને તે સીધો પંતના પગમાં વાગતો હતો. તેની સાથે આવું ઘણી વખત બન્યું હતું, જેના કારણે તે નૉન-સ્ટ્રાઈકર એન્ડ પર ઉભેલા રવિન્દ્ર જાડેજાને આ કહેતો સંભળાયો.

રિષભ પંત 100 સેલિબ્રેટ કરવા માટે કરતબ કરતો જોવા મળ્યો (તસવીર: એજન્સી)

ઇંગ્લૅન્ડના લીડ્સમાં ભારત વિરુદ્ધ ઇંગ્લૅન્ડની પ્રથમ ટૅસ્ટના બીજા દિવસે, રિષભ પંત ફક્ત તેની બૅટિંગ માટે જ નહીં પરંતુ તેના શબ્દો માટે પણ સમાચારમાં રહ્યો. સ્ટમ્પના માઇકે તેની ફની વાતચીત રેકોર્ડ કરી હતી. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પંત કહે છે કે, "સૂજા દિયા માર-માર કર". વાસ્તવમાં, ઇંગ્લૅન્ડનો એક બૉલર સતત તેને પગ પર બૉલિંગ કરી રહ્યો હતો, જ્યારે બૉલ બૅટ સાથે કનેક્ટ ન થતો હતો, અને તે સીધો પંતના પગમાં વાગતો હતો. તેની સાથે આવું ઘણી વખત બન્યું હતું, જેના કારણે તે નૉન-સ્ટ્રાઈકર એન્ડ પર ઉભેલા રવિન્દ્ર જાડેજાને આ કહેતો સાંભળાઈ રહ્યો હતો.

વાયરલ વીડિયોમાં, રિષભ પંત કહેતો જોવા મળે છે, "સૂજા દિયા યાર માર-માર કે, એક હી જગહ મારા જા રહા હૈ. બીજા જ બૉલ પર, પંત શિકાર બન્યો અને ૧૩૪ રનના પર્સનલ સ્કોર પર LBW આઉટ થઈને પેવેલિયન પાછો ફર્યો.

અહીં વીડિયો જુઓ

ચોથા દિવસની રમત શરૂ, જાણો ટી બ્રેક સુધી શું થયું?

આજે મૅચનો ચોથો દિવસ છે. ઇંગ્લૅન્ડ 465 પર ઓલ-આઉટ થઈ જતાં ભારત 6 રનની લીડમાં હતું. ચોથા દિવસની રમત શરૂ થઈ તે પછી ટી બ્રેક સુધી ભારતે 298 પર ચાર વિકેટ ગુમાવી છે. જેમાં કે એલ રાહુલ અને રિષભ પંતે સદી ફટકારી હતી. ટી બ્રેક સુધીના આંકડાની વાત ગઈ ઇનિંગમાં સદી ફટકારનાર યશસ્વી જયસ્વાલ 4 રન પર કૅચ આઉટ થયો હતો. જોકે તેની સાથે ઓપનિંગમાં આવેલો કે એલ રાહુલ 120 રન પર અનમણ રહ્યો છે.

તે બાદ પહેલી ઇનિંગમાં 0 પર આઉટ થનાર સાઈ સુદર્શને 30 રન ફટકાર્યા. આ પછી છેલ્લે 147 રનની શાનદાર ઇનિંગ રમ્યા બાદ ભારતનો કૅપ્ટન માત્ર 8 રન બનાવી બોલ્ડ આઉટ થયો. તે બાદ ટીમના વિકેટકીપર રિષભ પંતે પહેલી ઇનિંગમાં 134 ફટકાર્યા અને બીજી ઇનિંગમાં પણ સ્શંદાર 118 રન બનાવ્યા. જોકે તે આઉટ થઈ ગયો. હવે કરૂણ નાયર અને કે એલ રાહુલ ક્રિઝ પર છે અને માત્ર હવે 1.5 દિવસની જ રમત બાકી રહી છે. જેથી શું 304 રનની લીડ ધરાવતું ભારત કેટલું રમશે અને શું તેઓ એક જ દિવસમાં અંગ્રેજોને આઉટ કરી શકશે કે નહીં તે જોવાનું હશે. આ સાથે પહેલી મૅચ ડ્રો થવાની પણ મોટી શક્યતા છે. ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે પાંચ મૅચ રમાવાની છે. બીજી ટૅસ્ટ 2 થી 6 જુલાઈ વચ્ચે રમાશે.

indian cricket team england test cricket Rishabh Pant viral videos kl rahul shubman gill