કન્કશન સબસ્ટિટ્યુટ કન્સેપ્ટ યોગ્ય નથી લાગતો ગાવસકરને

06 December, 2020 12:13 PM IST  |  Mumbai

કન્કશન સબસ્ટિટ્યુટ કન્સેપ્ટ યોગ્ય નથી લાગતો ગાવસકરને

સુનિલ ગાવસકર

ભારતના લેજન્ડ ક્રિકેટર સુનિલ ગાવસકર માને છે કે શુક્રવારે રવીન્દ્ર જાડેજાના રિપ્લેશમેન્ટમાં યુઝવેન્દ્ર ચહલને રમાડવામાં કંઈ ખોટું નહોતું, પણ તેને આ કન્કશન સબસ્ટિટ્યુટનો કન્સેપ્ટ યોગ્ય નથી લાગી રહ્યો. ગાવસકરે કહ્યું હતું કે ‘સર્વ પ્રથમ અને સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે આ મૅચના રેફરી ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ બૂન છે જેણે જાડેજાના રિપ્લેશમેન્ટ તરીકે ચહલની પસંદગી માન્ય રાખી હતી. એક ઑસ્ટ્રેલિયન મૅચ રેફરીએ આ માન્યતા આપી હોવાથી આ અંગે વધુ હોહા કરવાની જરૂરત નથી. જોકે મને આ કન્કશન સબસ્ટિટ્યુટનો કન્સેપ્ટ જ યોગ્ય નથી લાગી રહ્યો. આ તો બાઉન્સર સામે રમવા અસમર્થ બૅટ્સમૅનની ખામીઓ સામે શિરપાવ આપવા જેવું છે. હું કદાચ તમને જૂના વિચારોનો લાગી શકું છું, પણ જો તમે બાઉન્સરને યોગ્ય રીતે રમી ન શકો તો એ તમારા માથામાં વાગશે. આવા સમયે તમે રિપ્લેશમેન્ટ લેવાને લાયક નથી.’ 

india australia cricket news sports sports news sunil gavaskar ravindra jadeja Yuzvendra Chahal