ઈન્ડિયન ક્રિકેટ ટીમ ઉપર ICCએ લાદ્યો દંડ, જાણો કેમ?

28 November, 2020 07:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઈન્ડિયન ક્રિકેટ ટીમ ઉપર ICCએ લાદ્યો દંડ, જાણો કેમ?

ફાઈલ ફોટો

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રમાયેલી મેચમાં ભારતની હાર થઈ હતી. જોકે ઈન્ડિયન ક્રિકેટ ટીમના ખેલાડીઓ પર દંડ ફટકારવામાં આવ્યો છે. શુક્રવારે ખેલાડીઓએ ઓસ્ટ્રેલિયા સામેની સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (એસસીજી) ખાતે રમાયલે મેચમાં ધીમી ઓવર-રેટ માટે મેચના 20 ટકા દંડ ભરવાનો રહેશે. ભારતે પ્રથમ વનડેમાં 50 ઓવર પૂર્ણ કરવામાં 4 કલાક 6 મિનિટનો સમય લીધો હતો.

ભારતીય ટીમે નિર્ધારિત સમયમાં એક ઓવર ઓછી ફેંકી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના મેચ રેફરી ડેવિડ બૂને આ દંડ ફટકાર્યો હતો. ICCએ શનિવારે જાહેર કરેલાં એક નિવેદનમાં કહ્યું છે કે, ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે ન્યૂનતમ ઓવર સ્પીડ ઉલ્લંઘન માટે આઇસીસીની આચારસંહિતાની કલમ 2.22 મુજબ નિયત સમયમાં બોલિંગ નહીં કરવામાં આવે તો ખેલાડીઓ પર તેમની મેચ ફી માટે દરેક ઓવરમાંથી 20 ટકા દંડ લાદવામાં આવે છે.

વિરાટ કોહલીએ આ ઉલ્લંઘન અને સૂચિત દંડને સ્વીકાર્યો છે, તેથી સત્તાવાર સુનાવણીની જરૂર નથી. આ ઉલ્લંઘન ઓન-ફીલ્ડ અમ્પાયર રોડ ટકર અને સેમ નોગાજસ્કી, ટીવી અમ્પાયર પોલ રેફેલ અને ચોથા અમ્પાયર ગેરાર્ડ એબોડે નક્કી કર્યું હતું. સ્ટીવ સ્મિથે મેચ પછી પણ સ્વીકાર્યું હતું કે તેણે રમેલી તમામ મેચોમાં આ સૌથી લાંબી 50 ઓવરની મેચ હતી. ભારતીય ટીમ ત્રણ મેચની સિરીઝમાં 0-1થી પાછળ છે અને બીજી વનડે રવિવારે સિડનીમાં રમાશે.

australia cricket news international cricket council