આ કપરા સમયમાં આપણાં મમ્મી-પપ્પાને આપણી સૌથી વધારે જરૂર હોય છે: સચિન

03 June, 2020 09:44 AM IST  |  Mumbai | Agencies

આ કપરા સમયમાં આપણાં મમ્મી-પપ્પાને આપણી સૌથી વધારે જરૂર હોય છે: સચિન

સચિન તેન્ડુલકરે માતા-પિતા સાથેની તસવીર કરી શૅર

માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરે કોરોના વાઇરસના આ વાતાવરણમાં કહ્યું છે કે આ સમયમાં આપણાં માતા-પિતાને આપણી સૌથી વધારે જરૂર હોય છે. આ વિશે સચિને કહ્યું કે ‘આપણને એક વ્યક્તિ બનાવવા માટે આપણા ઘડતરમાં આપણાં મમ્મી-પપ્પાએ અગણિત પ્રેમ અને સપોર્ટ આપ્યો છે. હું આજે જે કાંઈ પણ છું એ બનવામાં મારાં માતા-પિતાનો ઘણો મોટો ફાળો છે. હાલના કપરા સમયમાં આપણાં માતા-પિતાને આપણી સૌથી વધારે જરૂર છે. આપણી જવાબદારી છે કે આપણે તેમનું ધ્યાન રાખીએ.’

સચિને આ ઉપરાંત ઇન્સ્ટાગ્રામ પર પરિવાર સાથે સમય વિતાવતો પોતાનો ફોટો પણ અપલોડ કર્યો હતો.

sachin tendulkar cricket news sports news