દીપકે કર્યું લંકા દહન

21 July, 2021 02:58 PM IST  |  Mumbai | Agency

બીજી વન-ડેમાં ભારતે શ્રીલંકાને ત્રણ  વિકેટથી હરાવી વન-ડે સિરીઝમાં મેળવી ૨-૦થી અજેય લીડ

દીપકે કર્યું લંકા દહન

ફાસ્ટ બોલર દીપક ચાહર (૬૯) અને ભુવનેશ્વર કુમાર (૧૯) વચ્ચે આઠમી વિકેટ માટે થયેલી  ૮૦ રનની પાર્ટનરશિપને કારણે ભારતે બીજી વન-ડેમાં શ્રીલંકાને  ૩ વિકેટથી હરાવીને વન-ડે સિરીઝમાં અજેય લીડ મેળવી લીધી છે. ૧૯૩ રનમાં ભારતે ૭ વિકેટ ગુમાવતાં આ લક્ષ્યાંક અશક્ય લાગતો હતો, પણ બોલરોએ બૅટ્સમૅન જેવી ભૂમિકા ભજવીને એને શક્ય કરી બતાવ્યું હતું.
છેલ્લી ઓવર્સ દરમ્યાન ચમિકા કરુણારત્નેએ ૩૩ બૉલમાં ફટકારેલા ૪૪ રનને કારણે શ્રીલંકાએ કોલંબોમાં રમાયેલી બીજી વન-ડેમાં ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૨૭૫ રન કર્યા હતા. ઓપનર અવિષ્કા ફર્નાન્ડો (૭૧ બૉલમાં ૫૦ રન) અને બૅટ્સમૅન ચરિથ અસાલન્કા (૬૮ બૉલમાં ૬૫ રન)ની હાફ સેન્ચુરીને કારણે શ્રીલંકાએ ભારતને પડકારજનક સ્કોર આપ્યો હતો. પહેલી મૅચમાં વિકેટ લેવામાં નિષ્ફળ જનાર  ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર (૫૪ રનમાં ૩ વિકેટ) અને લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ (૫૦ રનમાં ૩ વિકેટ) સફળ બોલર રહ્યા હતા. હાફ સેન્ચુરી ફટકારનાર બન્ને બૅટ્સમેનોને તેણે આઉટ કર્યા હતા. ભારતે રવિવારે રમાયેલી પહેલી વન-ડે ૭ વિકેટે જીતી લીધી હતી. 

sri lanka sports news sports cricket news