વન-ડે રૅન્કિંગ્સમાં બોલર ઝુલને બીજું, બૅટર મિતાલીએ ત્રીજું સ્થાન જાળવ્યું

24 November, 2021 03:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઝુલનના ૭૨૭ રેટિંગ પૉઇન્ટ છે અને તે નંબર-વન ઑસ્ટ્રેલિયાની જેસ જૉનસેન (૭૬૦)ની પાછળ છે. મહિલા બૅટર્સમાં મિતાલીના ૭૩૮ પૉઇન્ટ છે અને તે નંબર-વન સાઉથ આફ્રિકાની લિઝેલ લી (૭૬૧) અને ઑસ્ટ્રેલિયાની અલીસા હિલી (૭૫૦)ની પાછળ છે.

વન-ડે રૅન્કિંગ્સમાં બોલર ઝુલને બીજું, બૅટર મિતાલીએ ત્રીજું સ્થાન જાળવ્યું

ભારતની મહિલા ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીએ આઇસીસીના વન-ડે બોલર્સ રૅન્કિંગ્સમાં બીજું સ્થાન ગઈ કાલે જાળવી રાખ્યું હતું. બૅટર્સમાં ભારતીય ટીમની કૅપ્ટન મિતાલી રાજે ત્રીજી રૅન્ક જાળવી રાખી હતી. ઝુલનના ૭૨૭ રેટિંગ પૉઇન્ટ છે અને તે નંબર-વન ઑસ્ટ્રેલિયાની જેસ જૉનસેન (૭૬૦)ની પાછળ છે. મહિલા બૅટર્સમાં મિતાલીના ૭૩૮ પૉઇન્ટ છે અને તે નંબર-વન સાઉથ આફ્રિકાની લિઝેલ લી (૭૬૧) અને ઑસ્ટ્રેલિયાની અલીસા હિલી (૭૫૦)ની પાછળ છે. ભારતની જ સ્મૃતિ મંધાના (૭૧૦)એ છઠ્ઠું સ્થાન જાળવી રાખ્યું છે.

5

ભારતની દીપ્તિ શર્મા મહિલાઓની વન-ડે ઑલરાઉન્ડર્સમાં આટલામા નંબરે અને ટી૨૦ ઑલરાઉન્ડર્સમાં ચોથા નંબરે છે.

2
મહિલા ટી૨૦ની બૅટર્સમાં ભારતની શેફાલી વર્મા આટલામા સ્થાને છે. સ્મૃતિ મંધાના ત્રીજા નંબરે છે.

cricket news sports news sports