ક્રિકેટના કમબૅકમાં વરસાદ વિલન

09 July, 2020 10:48 AM IST  |  Mumbai Desk | Agencies

ક્રિકેટના કમબૅકમાં વરસાદ વિલન

પ્રતીકાત્મક તસવીર

વેસ્ટ ઇન્ડિઝ સામેની પહેલી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે ૧૭.૪ ઓવરમાં ફક્ત ૩૫ રન કર્યાં છે. એક પણ પ્રેક્ષક વિનાના મેદાનમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રોરી બર્ન્સ અને ડોમ સિબ્લી ઓપનિંગમાં આવ્યાં હતાં. લૉકડાઉન બાદ રમાઈ રહેલી પહેલી ઇન્ટરનેશનલ ક્રિકેટની શરૂઆત આ બંને બૅટ્સમેનોએ વિન્ડીઝના બૉલરોના સામના સાથે કરી હતી. જોકે ડોમ સિબ્લી ફક્ત ચાર બોલ રમીને ઝીરો રન પર આઉટ થયો હતો. શેનન ગ્રેબિયલે તેની વિકેટ લીધી હતી. ત્યાર બાદ જો ડેન્લી બેટિંગ માટે આવ્યો હતો. ૧૭.૪ ઓવરમાં બર્ન્સ દ્વારા ૨૦ અને ડેન્લી દ્વારા ૧૪ રન કરવામાં આવ્યાં છે. વરસાદને કારણે મેચમાં વારવાંર વિઘ્ન આવ્યું હતું.

sports sports news cricket news