લાંબું રમવાના આધારે સચિન વિરાટ કરતાં આગળ છે: ગંભીર

22 May, 2020 08:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લાંબું રમવાના આધારે સચિન વિરાટ કરતાં આગળ છે: ગંભીર

ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરનું કહેવું છે કે લાંબું રમવાના આધારે સચિન તેન્ડુલકર વિરાટ કોહલી કરતાં આગળ છે. આજની તારીખમાં સચિન તેન્ડુલકરના રેકૉર્ડ તોડનારા દમદાર પ્લેયર તરીકે વિરાટ કોહલીના નામનો ઉલ્લેખ કરવામાં આવે છે. સચિન પોતાની વન-ડે ક્રિકેટ કરીઅરમાં ૪૬૩ મૅચ રમ્યો છે, જેમાં તેણે ૪૯ સેન્ચુરી સાથે ૧૮,૦૦૦ રન બનાવ્યા છે. સામાપક્ષે વિરાટ કોહલીએ અત્યાર સુધી ૨૪૮ વન-ડેમાં ૧૨,૦૦૦થી વધારે રન બનાવ્યા છે. પોતાની વાત કહેતાં ગંભીરે કહ્યું કે ‘મારા મતે લૉન્જિટિવિટીના આધારે સચિન તેન્ડુલકર વિરાટ કોહલી કરતાં આગળ છે, કારણ કે એક વાઇટ બૉલ અને સર્કલની અંદર ચાર પ્લેયરની સાથે તે રમ્યો છે. મારા ખ્યાલથી વિરાટ કોહલી માટે એ અઘરું છે. હા, એ સારું પર્ફોર્મ કરી રહ્યો છે અને બદલાયેલા નિયમો પણ તેને માટે ફાયદાકારક થઈ રહ્યા છે. નવી જનરેશન માટે બે નવા બૉલ સાથે વગર રિવર્સ સ્વિંગે રમવું વધારે સરળ છે, કારણ કે પાંચ પ્લેયર ૫૦ ઓવર સુધી સર્કલની અંદર જ રહે છે. સચિનને રમતો જુઓ તો તેના વખતમાં નિયમો અલગ હતા. ટીમને જીતવા માટે ૨૩૦-૨૪૦ રનનો લક્ષ્યાંક પૂરતો રહેતો હતો. જ્યાં સુધી લાંબું રમવાની અને ફ્લોની વાત છે તો હું સચિનને વિરાટથી આગળ ગણીશ.’

ક્રિકેટના સૌથી મુશ્કેલ એરામાં સચિને રેકોર્ડ કર્યા હતા. જો તે આજના સમયમાં ક્રિકેટ રમતો હોત તો તેના ૧.૩૦ લાખથી વધુ રન હોત. આથી વિરાટ કોહલી સાથે તેન્ડુલકરની તુલના કરવી યોગ્ય નથી: શોએબ અખ્તર

sports sports news cricket news gautam gambhir virat kohli sachin tendulkar