જીતની ખુશીમાં રવિ શાસ્ત્રી ભૂલ્યા ભાન

14 February, 2019 03:31 PM IST  | 

જીતની ખુશીમાં રવિ શાસ્ત્રી ભૂલ્યા ભાન

ધ્યાન રાખવું પડશે રવિ શાસ્ત્રી અને વિરાટ કોહલીએ

71 વર્ષ પછી ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીત્યા પછી વિરાટ કોહલી બ્રિગેડ અને કોચ રવિ શાસ્ત્રી ખુશ જોવા મળી રહ્યા છે. બિશન સિંહ બેદીથી લઈને સચિન તેંડુલકર સુધી બધાએ આ જીત માટે ટીમ ઈન્ડિયાને શુભેચ્છા પાઠવી છે . જો કે ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રી ઘણીવાર કટાક્ષ કરતા પહેલાની ટીમને નબળી સાબિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે જેનાથી તેમણે બચવું જોઈએ.

ભારતીય ટીમ સહિત પ્રશંસકો અને ટીકાકારો પણ જીતના આનંદમાં હતા અને આ જ આનંદમાં રવિ શાસ્ત્રી એ પ્રશ્નોના જવાબ પણ આપી રહ્યા હતા જે તેમને પૂછવામાં આવ્યા ન હતા. મેચ પછી પ્રેસ કોન્ફરન્સમાં પ્રશ્નો પૂછ્યા વગર જ તેમણે પૂર્વ દિગ્ગજ પ્લેયર્સ સામે નિશાન સાધ્યું હતું, જેમણે ટીમના સિલેક્શન સામે પ્રશ્નો ઉઠાવ્યા હતાં.

એમાં કોઈ શંકા નથી કે વર્તમાન પરિસ્થિતિઓ અને પ્લેયર્સ, ખાસ કરીને ફાસ્ટ બોલરોના કારણે ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને એની જમીન પર હરાવીને ટેસ્ટ સિરીઝ જીતી છે પરંતુ તેના કારણે અજીત વાડેકરની કપ્તાનીમાં 1971માં વેસ્ટઈન્ડીઝ અને ઈંગ્લેન્ડમાં,કપિલ દેવની ટીમે 1986માં ઈંગ્લેન્ડમાં અને રાહુલ દ્રવિડની ક્પ્તાનીમાં 2007માં ઈંગલેન્ડમાં સિરીઝ જીતથી ઓછી નથી. 71 વર્ષનો રેકોર્ડ તૂટવાથી 1983 અને 2011ની વિશ્વ કપ કરનારા પ્લેયર્સનું યોગદાન ઓછુ થતું નથી.

 

આ પણ વાંચો: હાર્દિક પંડ્યાએ વિવાદાસ્પદ નિવેદનને લઈ માગી માફી

 

ધ્યાન રાખવું પડશે રવિ શાસ્ત્રી અને વિરાટ કોહલીએ

કોહલીની સુકાનીમાં રમી રહેલી ભારતીય ટીમ અને કોચ રવિ શાસ્ત્રીએ ધ્યાન રાખવું પડશે કે જે ટીમનું નેતૃત્વ તે કરી રહ્યાં છે તેમાં પૂર્વ દિગ્ગજ પ્લેયર્સનું યોગદાન રહેલું છે. આ દિગ્ગજ પ્લેયર્સના યોગદાનના કારણે જ ભારતીય ક્રિકેટ આજે આ ઉંચાઈએ પહોંચ્યું છે. માત્ર ઓસ્ટ્રેલિયા સિરીઝ જીતવાની વાત છે તો 71 વર્ષમાં કોઈ એશિયાઈ ટીમ અહીં સિરીઝ જીતી શકી નથી. એમાં કોઈ શંકા નથી કે 1977-78માં ભારતમાં સૌથી મજબૂત સ્પિન આક્રમણની સામે ઓસ્ટ્રેલિયાની સૌથી કમજોર બેટિંગ હોવા છતા પણ હરાવી શકી હતી નહી. 2003-04માં ભારતનું સર્વશ્રેષ્ઠ બેટિંગ હોવા છતા માત્ર મેલબોર્નમાં જ ટેસ્ટ જીતી શકી હતી

virat kohli ravi shastri team india border-gavaskar trophy cricket news sports news