BCCI ની AGM માં લેવાયો મહત્વનો નિર્ણય, દાદાનો કાર્યકાળ વધી શકે છે

01 December, 2019 08:15 PM IST  |  Mumbai

BCCI ની AGM માં લેવાયો મહત્વનો નિર્ણય, દાદાનો કાર્યકાળ વધી શકે છે

BCCI ની AGM (PC : BCCI)

BCCIની એન્યુઅલ જનરલ મીટિંગ (AGM) રવિવારે મુંબઈમાં આયોજિત કરવામાં આવી હતી. તેમાં લોઢા કમિટીની ભલામણોને મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો જેથી ઉચ્ચ પદો પર બેઠેલા અધિકારીઓનો કાર્યકાળ વધારી શકાય. પ્રસ્તાવ હવે સુપ્રીમ કોર્ટમાં મોકલવામાં આવશે. જો તેને મંજૂરી મળશે તો BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીનો કાર્યકાળ વધી શકે છે. સૌરવ ગાંગુલીને ઓક્ટોબરમાં અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા અને તેમનો 9 મહિનાનો કાર્યકાળ આગામી વર્ષે જુલાઈમાં ખતમ થઇ રહ્યો છે. પ્રસ્તાવને મંજૂરી બાદ તેમનો કાર્યકાળ 2024 સુધી વધી શકે છે.


કુલ 6 વર્ષ સુધી કોઇ પણ અધિકારી પદ પર રહી શકે છે
સુપ્રીમ કોર્ટ દ્વારા સ્વીકૃત બંધારણ પ્રમાણે જો કોઇ અધિકારી BCCI અથવા રાજ્ય સંઘમાં ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો કરે તો તેને ત્રણ વર્ષનો જરૂરી બ્રેક (કૂલિંગ ઓફ પીરિયડ) લેવો પડશે. ગાંગુલી બંગાલ ક્રિકેટ બોર્ડના 5 વર્ષ અને 3 મહિના સુધી અધ્યક્ષ રહી ચૂક્યા છે. ઓક્ટોબરમાં તેમને BCCIના અધ્યક્ષ તરીકે નિયૂક્ત કરવામાં આવ્યા હતા. તેથી તેમનો માત્ર 9 મહિનાનો કાર્યકાળ છે.

કૂલિંગ ઓફ પીરિયડ ખતમ થઇ શકે છે
મિટીંગમાં લોઢા કમિટીની ભલામણોમાં સુધાર કરીને કૂલિંગ ઓફ પીરિયડ ખતમ કરવા પર ચર્ચા થઇ હતી. પદાધિકારી ઇચ્છે છે કે બ્રેક બોર્ડ અને રાજ્યસંઘમાં બે કાર્યકાળ અલગ-અલગ પૂરા કરવા પર થાય. જોકે કૂલિંગ ઓફ પીરિયડ પર શું નિર્ણય થયો તે હજુ સ્પષ્ટ નથી થયું.

આ પણ જુઓ : જાણીતા ક્રિકેટર્સની તેમના બાળકો સાથેની આ ક્યૂટ તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય...

ICCમાં દબદબો વધારવા માટે 70 વર્ષની ઉંમરની મર્યાદાનો નિયમ ખતમ થાય
છેલ્લા ત્રણ વર્ષમાં ICCમાં BCCIનો દબદબો ઘણો ઓછો થયો છે. બોર્ડ ઇચ્છે છે કે 70 વર્ષની ઉંમર મર્યાદાનો નિયમ લાગૂ ન થાય. બોર્ડનું માનવું છે કે ICCમાં કોઇ અનુભવી વ્યક્તિ BCCIનું પ્રતિનિધિત્વ કરશે. આ સ્થિતિમાં પૂર્વ અધ્યક્ષ એન.શ્રીનિવાસનનો BCCI તરફથી ICCની બેઠકમાં ભાગ લેવાનો રસ્તો સ્પષટ થઇ શકે છે.

cricket news board of control for cricket in india sourav ganguly