જન્મ પહેલા જ કોહલીના બાળકની કારકિર્દી માટે એલન બૉર્ડરે કહ્યું આ...

21 November, 2020 05:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

જન્મ પહેલા જ કોહલીના બાળકની કારકિર્દી માટે એલન બૉર્ડરે કહ્યું આ...

ફાઈલ ફોટો

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એલન બોર્ડરે આગામી દિવસોમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શરુ થવા જઈ રહેલી સિરિઝ વિશે તો વાત કરી જ, પરંતુ હજી વિરાટ કોહલીના બાળકનો જન્મ પણ નથી થયો ને તેની કારકિર્દી બાબતે અત્યારથી નિવેદનો આપી રહ્યા છે.

આગામી સિરીઝ માટે બૉર્ડરે કહ્યુ હતું કે, કોહલી જેવા ખેલાડીઓની આક્રમકતા તેમજ ભારત, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ જેવી ટીમોની રમતના કારણે ટેસ્ટ ક્રિકેટ હજી જીવતુ છે અને તેને આઈપીએલ જેવી લીગના કારણે ખતરો પેદા થયો નથી.

બોર્ડરે મજાકીયા સૂરમાં કહ્યું  કે, અમે ઈચ્છીએ છે કે, કોહલીનુ આવનારુ બાળક ઓસ્ટ્રેલિયામાં જન્મે, જેથી અમે તેને ઓસ્ટ્રેલિયન ગણાવી શકીએ. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરિઝમાં કોહલીની અછત ભારતને અસર કરશે.

ભારતની સૌથી લોકપ્રિય ટુર્નામેન્ટ અને ક્રિકેટ જગતમાં પણ સૌથી વધારે પ્રચલિત આઈપીએલ સામે ચોંકાવનારુ નિવેદન આપ્યુ છે.

બીસીસીઆઈની આ ટુર્નામેન્ટ પૈસા છાપવાનુ મશિન સિવાય બીજુ કંઈ નથી તેવુ એલન બોર્ડરનુ કહેવુ છે. બોર્ડરે કહ્યુ હતુ કે, આઈપીએલ અને તેના જેવી લીગ ટુર્નામેન્ટની જગ્યાએ વર્લ્ડ ટી 20 ક્રિકેટને મહત્વ મળવુ જોઈએ અને દુનિયાના તમામ ક્રિકેટ બોર્ડે આઈપીએલમાં પોતાના ખેલાડીઓને મોકલવા માટે મંજૂરી આપવી જોઈએ નહીં.

બોર્ડરે કહ્યુ હતુ કે, જે પણ થઈ રહ્યુ છે તેનાથી હું ખુશ નથી.આઈપીએલ એક લોકલ લીગ છે અને તેની સરખામણીએ વર્લ્ડ ટી 20ને વધારે મહત્વ આપવાની જરુર છે.આ બંને એક સાથે ચાલી શકે નહી.દરેક બોર્ડે પણ પોતાના ખેલાડી આઈપીએલમાં ના રમે તેનુ ધ્યાન રાખવુ જોઈએ.

virat kohli cricket news australia indian premier league