ભુલો રીપિટ થશે તો નુકસાન ભોગવવું પડશે : રવી શાસ્ત્રી

16 September, 2019 09:40 PM IST  |  Mumbai

ભુલો રીપિટ થશે તો નુકસાન ભોગવવું પડશે : રવી શાસ્ત્રી

Mumbai : ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ ઋષભ પંતની જવાબદારી વગરની બેટિંગ પર પ્રથમ વખત ટિપ્પણી કરી છે. શાસ્ત્રીએ કહ્યું કે, જો પંત વેસ્ટ ઇન્ડિઝ સામે કરેલી ભૂલો રિપીટ કરશે તો તેને નુકસાન ભોગવવું પડશે. મહેન્દ્રસિંહ ધોનીની જગ્યા વિન્ડીઝ સામે વનડે સીરિઝમાં રમ્યો હતો. તે પ્રથમ વનડેમાં પ્રથમ બોલે ખોટો શોટ રમીને આઉટ થયો હતો. પંત વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પણ ખરાબ શોટ રમીને આઉટ થયો હતો અને ભારત ટૂર્નામેન્ટની બહાર નીકળ્યું હતું.


શાસ્ત્રીએ કહ્યું કે, પંતે વિન્ડીઝની ટૂર પર નિરાશ કર્યા છે. તેણે ધર્મશાલા ખાતેની પ્રથમ ટી-20 પહેલા કહ્યું હતું કે, અમે આ વખતે તેને જતો કરીએ છીએ. તે ત્રિનિદાદ ખાતેની પ્રથમ વનડેમાં જે પ્રકારનો શોટ રમીને આઉટ થયો હતો, જો તેવું રિપીટ કરશે તો તેની સાથે આ અંગે ચર્ચા થશે. તમારામાં ક્ષમતા હોય કે ન હોય તમારે નુકસાન ભોગવવા માટે તૈયાર રહેવું જોઈએ.


રનચેઝ દરમિયાન સમજદારી સાથે બેટિંગ કરો
શાસ્ત્રીએ કહ્યું કે, તમે જવાબદારી વગર બેટિંગ કરો છો ત્યારે તમે આખી ટીમને નિરાશ કરો છો. જયારે તમે રનચેઝ વખતે ક્રિઝ પર કપ્તાન સાથે ઉભા છો ત્યારે તમારે સમજદારી સાથે બેટિંગ કરવાની જરૂર છે. પંતની ક્ષમતા પર અમને શંકા નથી, પરંતુ જો તે શોટ સિલેક્શન સુધારે અને સાચા નિર્ણય લે તો તેને રોકવો અઘરો સાબિત થશે. તેણે વધુ ઉમેરતા કહ્યું કે, અમે પંતને તેની રમત બદલવા માટે નથી કહેતા. કોહલીએ કહ્યા પ્રમાણે મેચની પરિસ્થિતિ પ્રમાણે બેટિંગ કરવી પ્રાથમિકતા હોવી જોઈએ. આ સમજવા માટે તેને એકથી ચાર મેચ લાગી શકે છે. તેણે આઇપીએલમાં સારો દેખાવ કર્યો હતો અને તે શીખશે. હવે સમય આવી ગયો છે કે તે જવાબદારી લે અને પોતાની કુશળતા દેખાડે.

આ પણ જુઓ : હંમેશા પતિ વિરાટની પડખે ઉભી રહે છે અનુષ્કા..આ તસવીરો છે પુરાવો

પંત પરિસ્થિતિ પ્રમાણે બેટિંગ કરે: કોહલી
બીજી તરફ ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ કહ્યું કે, પંતે પરિસ્થિતિ પ્રમાણે બેટિંગ કરવી જોઈએ. કોહલીએ કહ્યું કે, અમે પંત પાસેથી માત્ર એક જ અપેક્ષા રાખીએ છીએ કે તે પરિસ્થિતિ પ્રમાણે બેટિંગ કરે. તે પોતાની આગવી શૈલીથી બેટિંગ કરે તેનાથી અમને કોઈ વાંધો નથી. આ પરિસ્થિતિ સમજીને તેમાંથી કઈ રીતે ઉભરવું તે અંગેની વાત છે. કોહલીએ કહ્યું કે, યુવાઓને પોતાને સાબિત કરવા 4થી 5 તક મળશેકોહલીએ કહ્યું કે, ટીમના યુવા ખેલાડીઓએ 4થી 5 તકમાં પોતાને સાબિત કરવા પડશે.

cricket news ravi shastri virat kohli