વિમેન્સ T20 વર્લ્ડ કપમાં આજે કોની-કોની મૅચ?

16 June, 2026 11:10 AM IST  |  Hampshire | Gujarati Mid-day Correspondent

સાતમી મૅચ આજે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ન્યુ ઝીલૅન્ડ અને શ્રીલંકા વચ્ચે રમાશે; આજની બીજી મૅચ ઇંગ્લૅન્ડ અને આયરલૅન્ડ વચ્ચે રમાશે

ન્યુ ઝીલૅન્ડની કૅપ્ટન મેલી કેર, શ્રીલંકન કૅપ્ટન ચમારી અટાપટ્ટુ

ન્યુ ઝીલૅન્ડ VS શ્રીલંકા : સાંજે સાત વાગ્યે, સાઉધમ્પ્ટન

વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026ની સાતમી મૅચ આજે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ન્યુ ઝીલૅન્ડ અને શ્રીલંકા વચ્ચે રમાશે. બન્ને ટીમ પોતાની પહેલી જીતની શોધમાં છે. પહેલી મૅચમાં ન્યુ ઝીલૅન્ડને વેસ્ટ ઇન્ડીઝ અને શ્રીલંકાને યજમાન ઇંગ્લૅન્ડ સામે હારવાનો સામનો કરવો પડ્યો હતો.

બન્ને ટીમ વચ્ચે ૧૭ T20 મૅચ રમાઈ છે એમાંથી કિવી ટીમ ૧૪  મૅચ જીત્યું છે. માર્ચ ૨૦૨૫માં બન્નેની અંતિમ ટક્કર નો-રિઝલ્ટ રહી હતી. આ હરીફ સામે શ્રીલંકા માર્ચ ૨૦૨૫ અને જુલાઈ ૨૦૨૩માં એક-એક મૅચ જીતી શક્યું છે.

ઇંગ્લૅન્ડ VS આયરલૅન્ડ : રાતે ૧૧ વાગ્યે, સાઉધમ્પ્ટન

આજની બીજી મૅચ ઇંગ્લૅન્ડ અને આયરલૅન્ડ વચ્ચે રમાશે. સૌથી મોટી વર્લ્ડ કપ ટોટલ કરીને પોતાના અભિયાનની શરૂઆત કરનાર ઇંગ્લૅન્ડ પોતાનું વિજય અભિયાન જાળવી રાખવાનો પ્રયાસ કરશે. આયરલૅન્ડને પહેલી મૅચમાં સ્કૉટલૅન્ડ સામે હારવાનો સામનો કરવો પડ્યો હોવાથી તેઓ પહેલી જીત મેળવવા તત્પર હશે.

બન્ને ટીમ વચ્ચે ૨૦૧૨થી ૨૦૨૪ વચ્ચે ૪ T20 મૅચ રમાઈ છે. પહેલી ત્રણેય મૅચ હાર્યા બાદ આયરલૅન્ડ છેલ્લી મૅચમાં આ હરીફને હરાવવામાં સફળ રહ્યું હતું. 

international cricket council womens world cup t20 world cup sri lanka new zealand england ireland cricket news sports sports news