વિમેન્સ T20નાં ટૉપ-ફાઇવ બોલિંગ રૅન્કિંગમાં શ્રી ચરણી, દીપ્તિ શર્માએ પાંચ સ્થાનની છલાંગ લગાવી

17 June, 2026 11:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શ્રી ચરણી ૭૨૮ પૉઇન્ટ સાથે બીજા ક્રમે અને દીપ્તિ શર્મા ૭૨૦ પૉઇન્ટ સાથે પાંચમા ક્રમે પહોંચી ગઈ છે

ફાઇલ તસવીર

વિમેન્સ T20 વર્લ્ડ કપના રોમાંચ વચ્ચે વિમેન્સ T20નાં ICC રૅન્કિંગમાં મહત્ત્વપૂર્ણ અપડેટ સામે આવી છે. T20 બોલર્સનાં રૅન્કિંગમાં ટૉપ-ટેનમાં પહેલાંથી સામેલ સ્પિનર્સ શ્રી ચરણી અને દીપ્તિ શર્માએ પાંચ-પાંચ સ્થાનની છલાંગ લગાવીને ટૉપ-ફાઇવમાં એન્ટ્રી કરી છે. શ્રી ચરણી ૭૨૮ પૉઇન્ટ સાથે બીજા ક્રમે અને દીપ્તિ શર્મા ૭૨૦ પૉઇન્ટ સાથે પાંચમા ક્રમે પહોંચી ગઈ છે.

T20 બૅટર્સનાં રેન્કિંગમાં ભારતીય ઓપનર્સ સ્મૃતિ માન્ધના અને શફાલી વર્માએ ટૉપ-ટેનમાં સ્થાન જાળવી રાખ્યું છે. સ્મૃતિ માન્ધના ૭૫૦ પૉઇન્ટ સાથે પાંચમા ક્રમે અને શફાલી વર્મા ૭૦૧ પૉઇન્ટ સાથે સાતમા ક્રમે છે. ૬૫૯ પૉઇન્ટ ધરાવતી ભારતીય કૅપ્ટન હરમનપ્રીત કૌર દસમાથી અગિયારમા ક્રમે સરકી ગઈ છે.

T20 ઑલરાઉન્ડર્સનાં રૅન્કિંગમાં ભારતની ઑલરાઉન્ડર દીપ્તિ શર્મા બે સ્થાન આગળ વધી છે. ત્રીજા ક્રમે પહોંચેલી દીપ્તિ શર્મા હાલમાં ૩૬૫ પૉઇન્ટ ધરાવે છે. તેના સિવાય ટૉપ-20માં પણ કોઈ ભારતીય નથી. 

deepti sharma shree charani indian womens cricket team india cricket news sports sports news international cricket council