16 December, 2025 10:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શફાલી વર્મા
સાઉથ આફ્રિકા સામે ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025ની ફાઇનલમાં તેના નિર્ણાયક પ્રદર્શન પછી ભારતની શફાલી વર્મા નવેમ્બર માટેનો ICC વિમેન્સ પ્લેયર ઑફ ધ મન્થ અવૉર્ડ જીતી છે. તેણે ફાઇનલ મૅચમાં ૭૮ બૉલમાં ૮૭ રન ફટકાર્યા હતા અને બે વિકેટ લીધી હતી.
૨૧ વર્ષની આ ઓપનર બીજી વખત નૉમિનેટ થઈ હતી, પણ પહેલી વખત આ અવૉર્ડ જીતી છે. તેણે ઇન્જર્ડ પ્રતીકા રાવલના સ્થાને ભારતીય સ્કવૉડમાં સેમી ફાઇનલ દરમ્યાન એન્ટ્રી કરી હતી. મેન્સ કૅટેગરીમાં સાઉથ આફ્રિકન સ્પિનર સાઇમન હાર્મર ભારત સામેની ટેસ્ટ-સિરીઝમાં ૧૭ વિકેટ લેવા બદલ આ અવૉર્ડ જીત્યો છે.