ઑસ્ટ્રેલિયાને મદદ કરવા આઇસીસીએ ક્રિકેટ કમ્યુનિટીને કરી વિનંતી

09 January, 2020 02:35 PM IST  |  Dubai

ઑસ્ટ્રેલિયાને મદદ કરવા આઇસીસીએ ક્રિકેટ કમ્યુનિટીને કરી વિનંતી

શૅન વૉર્ન

ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ હાલમાં ક્રિકેટ કમ્યુનિટીને આગ‍ળ આવી ઑસ્ટ્રેલિયામાં લાગેલી આગના અસરગ્રસ્તોને મદદ કરવા વિનંતી કરી છે. છેલ્લા ઘણાં દિવસથી લાગેલી આ આગમાં ૨૫ લોકોનાં તેમ જ લાખો પ્રાણીઓનાં મોત થયાં છે. ૨૦૦૦ જેટલાં ઘરો પણ બળીને ખાખ થયાં છે. આઇસીસીએ આપેલા નિવેદનમાં કહ્યું છે કે ‘વૈશ્વિક ક્રિકેટ પરિવારની મદદથી અમે અમારા ચૅરિટી પાર્ટનર યુનિસેફ ઑસ્ટ્રેલિયાના મારફતે ઑસ્ટ્રેલિયામાં જે આગ લાગી છે એમાં મદદ કરવાના પ્રયત્ન કરી રહ્યા છીએ. દાવાનળ પ્રભાવિત વિસ્તારોમાં બાળકોને સહાય કરવા માટે એક ભંડોળ એકઠું કરવાની અમે યોજના બનાવી છે. આઇસીસી ટી૨૦ વર્લ્ડ કપને ક્રિકેટ ઑસ્ટ્રેલિયા, પાર્ટનર્સ અને સ્ટેકહોલ્ડર્સની મદદથી અમે યોજાવાના છીએ. 

અમે દરેકને આગળ આવી ભંડોળ એકઠું કરી સહાય કરવાની વિનંતી કરીએ છીએ.’

australia shane warne sports news