✕

ટેસ્ટ-બોલર્સના રૅન્કિંગમાં જૉઇન્ટ‍્લી બીજા ક્રમે પહોંચ્યો જસપ્રીત બુમરાહ

26 November, 2026 01:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મિચલ સ્ટાર્ક વધારાના પચીસ રેટિંગ પૉઇન્ટને કારણે નંબર વનના સ્થાન પર યથાવત્ :સાઉથ આફ્રિકાનો કૅગિસો રબાડા (૮૩૮ રેટિંગ) બે સ્થાનના ફાયદા સાથે છઠ્ઠા ક્રમે આવી ગયો છે.

જસપ્રીત બુમરાહ

ICCના લેટેસ્ટ ટેસ્ટ-ક્રિકેટ રૅન્કિંગમાં મહત્ત્વપૂર્ણ ફેરફારો થયા છે. વેલિંગ્ટન ટેસ્ટ-મૅચમાં પાંચ વિકેટ લેનાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ત્રણ સ્થાનના ફાયદા સાથે ટેસ્ટ-બોલર્સના રૅન્કિંગમાં બીજા ક્રમે પહોંચી ગયો છે. ઇંગ્લૅન્ડનો ફાસ્ટ બોલર ઑલી રૉબિન્સન બે સ્થાનના ફાયદા અને ૮૫૬ રેટિંગ પૉઇન્ટ સાથે બીજા ક્રમે છે. ઑસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્ક ૮૮૧ રેટિંગ પૉઇન્ટ સાથે પ્રથમ ક્રમે યથાવત્ છે. 

સાઉથ આફ્રિકાનો કૅગિસો રબાડા (૮૩૮ રેટિંગ) બે સ્થાનના ફાયદા સાથે છઠ્ઠા ક્રમે આવી ગયો છે. મોહમ્મદ સિરાજ (૬૮૯) એક સ્થાનના નુકસાન સાથે ૧૭મા ક્રમે છે અને સ્પિનર રવીન્દ્ર જાડેજા (૬૭૫) ૧૮મા ક્રમે છે. ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્ના (૪૮૪) ૪ સ્થાનની છલાંગ સાથે ૪૨મા ક્રમે આવી ગયો છે.

ટેસ્ટ-બૅટર્સના રૅન્કિંગમાં ઇંગ્લૅન્ડના હૅરી બ્રૂક (૮૬૧) અને જો રૂટ (૮૧૬) ટૉપ ટૂમાં પોતાનું સ્થાન જમાવી ચૂક્યા છે. સાઉથ આફ્રિકાનો કૅપ્ટન ટેમ્બા બવુમા (૮૦૭) એક સ્થાનના ફાયદા સાથે ત્રીજા ક્રમે આવ્યો છે અને ઑસ્ટ્રેલિયાનો ટ્રૅવિસ હેડ (૭૯૯) એક સ્થાન નીચે ચોથા ક્રમે સરકી ગયો છે. રિષભ પંત (૭૪૪) એક સ્થાનના ફાયદા સાથે છઠ્ઠા ક્રમે, શુભમન ગિલ (૭૨૮) ત્રણ સ્થાનના ફાયદા સાથે સાતમા ક્રમે અને યશસ્વી જાયસવાલ (૭૧૩) પાંચ સ્થાનની છલાંગ સાથે નવમા ક્રમે આવી ગયો છે. 

jasprit bumrah indian cricket team test cricket sports news sports cricket news