રૅન્કિંગમાં પુજારા ત્રીજા સ્થાન પર, રિષભે માર્યો ૨૧ ક્રમાંકનો જમ્પ

14 February, 2019 03:32 PM IST  | 

રૅન્કિંગમાં પુજારા ત્રીજા સ્થાન પર, રિષભે માર્યો ૨૧ ક્રમાંકનો જમ્પ

ચેતેશ્વર પૂજારા

હાલમાં ભારતે ઑસ્ટ્રેલિયામાં પહેલી વખત જીતેલી બૉર્ડર-ગાવસકર સિરીઝમાં ૫૨૧ રન બનાવીને પ્લેયર ઑફ ધ સિરીઝનો અવૉર્ડ જીતનાર ચેતેશ્વર પુજારા ICCએ નવી જાહેર થયેલી ટેસ્ટ રૅન્કિંગમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. પુજારાએ ૭ ઇનિંગ્સમાં ૭૪.૪૩ની ઍવરેજ અને ૩ સેન્ચુરીની મદદથી હાઇએસ્ટ ૫૨૧ રન બનાવ્યા હતા. વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંત ૨૧ ક્રમાંકની છલાંગ મારીને ૧૭મા સ્થાને પહોંચી ગયો છે જે ભારતના સ્પેશ્યલિસ્ટ વિકેટકીપર-બૅટ્સમૅન ફરોખ ઇન્જિનિયર સાથે સંયુક્ત રીતે હાઇએસ્ટ રૅન્કિંગ છે. વર્લ્ડ કપ વિનિંગ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની હાઇએસ્ટ રૅન્કિંગ ૧૯ છે.

ભારત અને ઑસ્ટ્રેલિયા સિરીઝ પહેલાં પંતની ટેસ્ટ રૅન્કિંગ ૫૯ હતી અને તેણે ફક્ત નવ ટેસ્ટ રમ્યા બાદ ટૉપ-૨૦માંં પ્રવેશ મેળવીને ૧૭મું સ્થાન મેળવી લીધું છે. સમગ્ર ટેસ્ટ-સિરીઝમાં તેણે સેકન્ડ હાઇએસ્ટ ૩૫૦ રન અને હાઇએસ્ટ ૨૦ કૅચ પકડ્યા હતા. પુજારા એક ક્રમ, રવીન્દ્ર જાડેજા ૬ ક્રમ (૫૭મો), નવો ઓપનર મયંક અગરવાલ પાંચ ક્રમ (૬૨મો) આગળ વધ્યા હતા. બોલિંગમાં ચાઇનામૅન બોલર કુલદીપ યાદવ ૭ પગથિયાં ઉપર ચડીને કરીઅર-બેસ્ટ ૪૫મા સ્થાને પહોંચ્યો હતો. જસપ્રીત બુમરાહ ૧૬મા સ્થાને, મોહમ્મદ શમી એક ક્રમ આગળ વધીને ૨૨મા સ્થાને અને જાડેજા એક સ્થાન આગળ વધીને પાંચમા સ્થાને પહોંચી ગયો છે. ઑલરાઉન્ડરની રૅન્કિંગમાં જાડેજાએ વેસ્ટ ઇન્ડીઝના જેસન હોલ્ડરને હટાવીને બીજું સ્થાન મેળવી લીધું હતું. સાઉથ આફ્રિકાનો એઇડન માક્રમ બીજી ટેસ્ટમાં ૭૮ રન બનાવીને ૧૦મા સ્થાને પહોંચ્યો હતો. ફૅફ ડુપ્લેસી ૧૬મા ક્રમે પહોંચ્યો હતો.

વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત

ગાંગુલીએ ગણાવ્યો રિષભને ભારતીય ક્રિકેટનું ભવિષ્ય

સૌરવ ગાંગુલીએ ઑસ્ટ્રેલિયામાં ભારતની ઐતિહાસિક ટેસ્ટ-સિરીઝ જીતની પ્રશંસા કરતાં કહ્યું હતું કે ‘વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંત ભારતીય ક્રિકેટ-ટીમનું ભવિષ્ય છે. ગયા વર્ષે ઑગસ્ટમાં ટેસ્ટમાં પદાર્પણ કરનારા ૨૧ વર્ષના રિષભે ઇંગ્લૅન્ડ બાદ ઑસ્ટ્રેલિયામાં પણ ટેસ્ટમાં સદી ફટકારી હતી. ઑસ્ટ્રેલિયામાં તેણે ૩૫૦ રન બનાવ્યા જે ચેતેશ્વર પુજારા બાદ સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર બીજો ખેલાડી હતો. તેણે વિકેટ પાછળ ૨૦ કૅચ પકડ્યા જે કોઈ પણ ટેસ્ટ-સિરીઝમાં ભારતીય રેકૉર્ડ છે.’

આ પણ વાંચોઃ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખી બુમરાહને આરામ

ગાંગુલીએ કહ્યું હતું કે ‘રિષભ ભવિષ્યમાં ભારત માટે સારો ખેલાડી હશે. તેના માટે આ સિરીઝ સારી રહી હતી. તે ભવિષ્યમાં પણ સારું પ્રદર્શન કરશે.’

cricket news australia sports news international cricket council cheteshwar pujara