વર્લ્ડ કપમાં ટકી રહેવા હવે ભારત માટે ન્યુ ઝીલૅન્ડને હરાવવું જરૂરી

25 October, 2021 08:45 AM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

જો કિવીઓને હરાવીને પોતાના ગ્રુપની બાકીની ત્રણ ટીમ સ્કૉટલૅન્ડ, અફઘાનિસ્તાન અને નામિબિયા સામે પણ જીત મેળવશે તો આસાનીથી સેમી ફાઇનલમાં પહોંચી શકે છે. ટી-૨૦માં પહેલી વાર કોઈ ટીમ ભારત સામે દસ વિકેટે જીતી

વિરાટ કોહલી

ગઈ કાલે દુબઈમાં રમાયેલી ટી-૨૦ વર્લ્ડ કપની મૅચમાં પાકિસ્તાન સામે હાર્યા બાદ હવે આ ટુર્નામેન્ટમાં ટકી રહેવા માટે ભારતે આગામી મૅચમાં ન્યુ ઝીલૅન્ડને હરાવવું ફરજિયાત બની ગયું છે. આ સિવાય એણે આસાનીથી સેમી ફાઇનલમાં જવું હોય તો પોતાના ગ્રુપમાં સ્કૉટલૅન્ડ, અફઘાનિસ્તાન અને નામિબિયાને પણ હરાવવું પડશે. જો હવે પાકિસ્તાન ન્યુ ઝીલૅન્ડ સામે હારી જાય અને ન્યુ ઝીલૅન્ડ ભારત સામે હારી જાય તો ભારત, પાકિસ્તાન અને ન્યુ ઝીલૅન્ડ ત્રણેયને બાકીની ત્રણ ટીમ સામે સારા રન રેટ સાથે જીત હાંસલ કરવાની રહેશે અને એના આધારે સેમિ ફાઇનલિસ્ટ નક્કી થશે. ભારતનો ૧૫૧ રનનો સ્કૉર પાકિસ્તાને એક પણ વિકેટ ગુમાવ્યા વગર મેળવ્યો હતો.

sports sports news cricket news world t20 wt20