T-20 World Cup 2020: આ દિવસે આ ટીમ સામે રમશે Team India, શેડ્યુલ જાહેર

17 July, 2019 03:40 PM IST  | 

T-20 World Cup 2020: આ દિવસે આ ટીમ સામે રમશે Team India, શેડ્યુલ જાહેર

T-20 World Cup 2020 સિડ્યૂલ જાહેર

વર્લ્ડ કપ 2019 હાલમાં જ પૂરો થયો છે, ત્યારે હવે T-20 વર્લ્ડ કપ 2020નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ICC અનુસાર હાલ કેટલીક ટીમો ક્વાલિફાય થવાની બાકી છે. T-20 વર્લ્ડ કપ 2020 ઓસ્ટ્રેલિયામાં રમાવાનો છે. શ્રીલંકા અને બાંગ્લાદેશની ટીમ ઓછા રેન્કિંગ પોઈન્ટના કારણે T-20 વર્લ્ડ કપ રમનારી ફાઈલન ટીમોમાં સ્થાન બનાવી શકી નથી જેના કારણે 2 એશિયાઈ ટીમોને સુપર-12માં જગ્યા બનાવવા માટે ગ્રુપ સ્ટેજમાં મેચ જીતવી પડશે.

આ T-20 વર્લ્ડ કપમાં જે ટીમોએ ક્વાલિફાય કર્યું છે તેમાં ઓસ્ટ્રેલિયા, ભારત, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ, ન્યુ ઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ અને અફઘાનિસ્તાનની ટીમ છે. ઉલ્લેખનીય છે કે, જે દેશમાં વર્લ્ડ કપ રમાય છે તે ટીમ સીધી ક્વાલિફાય થાય છે જ્યારે અન્ય ટીમો રેન્કિંગ અને પોઈન્ટ ટેબલના આધારે ક્વાલિફાય કરે છે.

ICCએ જાહેર કરેલા શેડ્યૂલ અનુસાર T-20 વર્લ્ડ કપ 2020 18 ઓક્ટોબરથી શરૂ થશે. આ મેગા ટુર્નામેન્ટ 1 મહિનો ચાલશે. T-20 વર્લ્ડ કપની ફાઈનલ મેલબોર્નમાં 15 નવેમ્બરે રમાશે. ભારત T-20 વર્લ્ડ કપ 2020માં તેની પહેલી મેચ 24 ઓક્ટોબરના સાઉથ આફ્રિકા સામે રમશે.

આ છે T-20 વર્લ્ડ કપમાં ભારતની મેચો

24 ઓક્ટોબર ભારત Vs સાઉથ આફ્રિકા

29 ઓક્ટોબર ભારત Vs ક્વાલિફાયર B 3

01 નવેમ્બર ભારત Vs ઈંગ્લેન્ડ

05 નવેમ્બર ભારત Vs ક્વાલિફાયર B2

08 નવેમ્બર ભારત Vs અફઘાનિસ્તાન 

cricket news sports news gujarati mid-day