ICC એ શાકિબ અને બુકી સાથે થયેલી વાતચીત જાહેર કરી

30 October, 2019 08:20 PM IST  |  Mumbai

ICC એ શાકિબ અને બુકી સાથે થયેલી વાતચીત જાહેર કરી

શાકીબ અલ હસન (PC : Jagran)

Mumbai : બાંગ્લાદેશના ક્રિકેટર શાકિબ અલ હસન પર ICCએ બે વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે. તેના વિરુદ્ધ આ કાર્યવાહી બુકીના સંપર્ક કર્યા બાદ એ વાતને છૂપવવાના કારણે કરવામાં આવી છે. ICCએ બુકી દીપક અગ્રવાલ અને શાકિબ વચ્ચે થયેલી વાતચીત જાહેર કરી છે. બન્ને વચ્ચે વ્હોટ્સએપ પર ચેટિંગ થઇ હતી. ICC તરફથી જાહેર પ્રેસ રિલીઝ પ્રમાણે બુકીએ 2017માં બાંગ્લાદેશ પ્રીમિયર લીગ દરમિયાન પહેલી વખત શાકિબ સાથે સંપર્ક કર્યો હતો.  ત્યારબાદ તે લગાતાર બુકીના સંપર્કમાં હતો.


નવેમ્બર 2017માં બુકીનો આવ્યો મેસેજ
બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં શાકિબ 'ઢાકા ડાયનામાઇટ્સ' ટીમ તરફથી રમતો હતો. આ દરમિયાન બુકી દીપક અગ્રવાલે કોઇ વ્યક્તિ દ્વારા શાકિબનો નંબર મેળવ્યો. અગ્રવાલે આ વ્યક્તિને લીગમાં રમી રહેલા ખેલાડીઓના નંબરની વ્યવસ્થા કરવા માટે કહ્યું હતું. 

19 જાન્યુઆરી 2018 ના રોજ બુકીએ ફરી કર્યો મેસેજ
ત્રિકોણીય સીરીઝ (બાંગ્લાદેશ, શ્રીલંકા અને ઝિમ્બાબ્વે)ના એક મેચમાં બાંગ્લાદેશે શ્રીલંકાને હરાવ્યું. શાકિબ મેન ઓફ ધ મેચ બન્યો. ત્યાર બાદ તેને અભિનંદન દેવાના બહાને બુકીએ તેને મેસેજ કરીને પૂછ્યું, ''શું આપણે આમા સાથે કામ કરી શકીએ છીએ કે પછી મને IPL સુધી રાજ જોવી પડશે. '' અહીં કામનો અર્થ અંદરની માહિતી આપવાનો હતો. 


23 જાન્યુઆરી 2018 ના રોજ ફરી બુકીએ કામ કરવા માટે મેસેજ કર્યો
શાકિબને બુકી દીપક તરફથી વધુ એક મેસેજ મળ્યો જેમાં તેણે લખ્યું હતું, ''ભાઇ , શું આ સીરીઝમાંથી કંઇ મળશે ?'' શાકિબ પ્રમાણે અહીં પણ બુકીએ તેની પાસેથી ત્રિકોણીય સીરીઝ અંગેની જાણકારી મેળવવાની કોશિષ કરી હતી. જોકે આ વખતે પણ શાકિબે આ માહિતી એન્ટી કરપ્શન યુનિટને આપી નહીં.

બુકીએ 26 એપ્રિલ 2018ના રોજ IPLમાં હૈદરાબાદ ટીમને લઇને કર્યો મેસેજ
IPLમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ તરફથી રમી રહેલા શાકિબનો બુકીએ ફરી એક વખત સંપર્ક કર્યો. કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ થનારા મેચ પહેલા શાકિબને બુકીનો મેસેજ મળ્યો જેમાં એક વિશેષ ખેલાડીના મેચમાં રમવા અંગે પૂછવામાં આવ્યું હતું. 


એપ્રિલ 2018માં બુકીએ શાકિબના બેન્ક એકાઉન્ટની જાણકારી માંગી
એપ્રિલ 2018માં થયેલી વાતચીત દરમિયાન અગ્રવાલે શાકિબ સાથે બિટકોઇન અને ડોલનો ઉલ્લેખ કરીને તેના અકાઉન્ટની જાણકારી માગી હતી. ત્યારબાદ શાકિબે કહ્યું કે તે પહેલા તેને મળવા માગે છે. શાકિબ પ્રમાણે ત્યારે તેને અહેસાસ થયો કે દીપક ધૂર્ત છે અને તેની વાતચીતથી તે બુકી હોવાની શંકા ગઇ.


ICC એ તપાસ કરતા ઘણા મેસેજ ડિલીટ મળ્યા
ICCના એન્ટી કરપ્શન યુનિટને 26 એપ્રિલ 2018ના બન્ને વચ્ચે થયેલી વાતચીતના ઘણા મેસેજ ડિલીટ મળ્યા. તેના વિશે શાકિબે કહ્યું કે આ મેસેજમાં અગ્રવાલે તેની પાસેથી અંદરની જાણકારી માગી હતી.

આ પણ જુઓ : 'માહી'ના દિકરી ઝીવા સાથેના આ ફોટોસ બનાવી દેશે તમારો દિવસ

શાકિબે બુકીનો કોઇ પણ પ્રસ્તાવ સ્વીકાર્યો નહીં
આટલું બધુ થયું હોવા છતાંય શાકિબે આ વિશે બીસીબી કે ICCને કોઇ જાણકારી આપી નહીં. જોકે તપાસ દરમિયાના શાકિબે ICCને જણાવ્યું કે તેણે બુકીના કોઇ પ્રસ્તાવને સ્વીકાર કર્યો નથી તેમજ કોઇ જાણકારી પણ આપી નથી. બુકી પાસેથી કોઇ ભેટ કે પૈસા પણ લીધા નથી.

cricket news bangladesh international cricket council