ICC એ મેચ ફિક્સિંગ કેસમાં ઇરફાન અને નદીમ પર મુક્યો આજીવન પ્રતિબંધ

26 August, 2019 08:55 PM IST  |  Mumbai

ICC એ મેચ ફિક્સિંગ કેસમાં ઇરફાન અને નદીમ પર મુક્યો આજીવન પ્રતિબંધ

ICC

Mumbai : ક્રિકેટની દુનિયામાં મેચ ફિક્સિંગનો અવાજ ફરી ચગ્યો છે. છેલ્લા ઘણા સમયથી મેચ ફિક્સિંગને લઇને અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ મેચ ફિક્સિંગમાં સંડોવાયેલા બે હોંગકોંગના ક્રિકેટરો પર કડક સજા ફટકારી છે. ICC હોંગકોંગના બે ક્રિકેટ ખેલાડી ઇરફાન અહમદ અને નદીમ અહમદ પર આજીવન પ્રતિબંધ લગાવ્યો છે. આઈસીસીની વેબસાઇટના રિપોર્ટ અનુસાર, ICC એ ઇરફાન અને નદીમ પર આજીવન પ્રતિબંધ લગાવવા સિવાય તેના સાથે હસીબ અમજદ પર પાંચ વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે.

ICC ની એન્ટી કરપ્શન કમીટીમાં આ ખેલાડીઓ મેચ ફિક્સિંગમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા
મહત્વનું છે કે હોંગકોંગના આ ત્રણેય ખેલાડીઓને આઈસીસી એન્ટી કરપ્શન ટ્રિબ્યૂનલમાં મેચ ફિક્સિંગના દોષી ઠેરવવામાં આવ્યા હતા. તેણે છેલ્લા બે વર્ષમાં ઘણી મેચ ફિક્સ કરી કે પછી તે મેચોના પરિણામને પ્રભાવિત કરવા માટે લાંચ લીધી હતી.

આ પણ જુઓ : મૅચ કરતા વધુ ચર્ચામાં રહી છે આ મહિલા એન્કર, જુઓ એનો ગ્લેમરસ અંદાજ

જાણો, કઈ મેચમાં ફિક્સિંગ કર્યાનું સામે આવ્યું હતું
ક્રિકેટર ઇરફાનને વર્ષ
13 જાન્યુઆરી, 2014ના હોંગકોંગ અને સ્કોટલેન્ડ વચ્ચે રમાયેલી મેચ, 17 જાન્યુઆરી 2014ના હોંગકોંગ-કેનેડા મેચ, 12 માર્ચ 2014ના રમાયેલી ઝિમ્બાબ્વે સામેની મેચમાં ફિક્સિંગ અને પરિણામને પ્રભાવિત કરવાના દોષી સાબિત થયા છે. ઇરફાન હોંગકોંગ માટે અત્યાર સુધી છ વનડે અને આઠ ટી20 મેચ રમી ચુક્યો છે.

cricket news international cricket council