ICC Player Of The Decade: આ ત્રણ ભારતીય ક્રિકેટરો પણ નોમિનેટ

24 November, 2020 08:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ICC Player Of The Decade: આ ત્રણ ભારતીય ક્રિકેટરો પણ નોમિનેટ

ફાઈલ તસવીર

આઈસીસી પ્લેયર ઓફ ધ ડેકેડ (ICC Player Of The Decade) માટે ત્રણ ભારતીય ક્રિકેટરોને નોમિનેટ કરવામાં આવ્યા છે, આમાં એક મહિલા ક્રિકેટરનો પણ સમાવેશ છે.

ICC દ્વારા સાત ખેલાડીઓનું લિસ્ટ જાહેર કર્યું છે. વિરાટ કોહલી અને રવિચંદ્રન અશ્વિનની સાથે ઈંગ્લેન્ડના જો રૂટ, ન્યુઝિલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન, ઓસ્ટ્રેલિયાનો સ્ટિવ સ્મિથ, સાઉથ આફ્રિકાનો એબી ડિવિલિયર્સ અને શ્રીલંકાથી કુમાર સંગાકારનું નામ પણ આ યાદીમાં સામેલ છે.

પુરુષોના દશકના સર્વશ્રેષ્ઠ ખેલાડીની લિસ્ટમાં વિરાટ કોહલી, જો રૂટ, કેન વિલિયમસન, સ્ટીવ સ્મિથ, જેમ્સ એન્ડરસન, રંગના હેરાથ અને યાસિર શાહનું નામ છે. પુરુષોની દશકની વન ડે ઈન્ટરનેશનલ ટીમમાં કોહલી, લસિથ મલિંગા, મિશેલ સ્ટાર્ક, ડિવિલયર્સ, રોહિત શર્મા, મહેન્દ્રસિંહ ધોની અને કુમાર સંગાકારાનું નામ સામેલ છે.

ટી20 ટીમની વાત કરીએ તો  કોહલી, રોહિત, મલિંગા, રાશિદ ખાન, ઈમરાન તાહિર, એરોન ફિન્ચ, ક્રિસ ગેઈલનો સમાવેશ થાય છે. નોમિનેટ કરાયેલ ખેલાડીઓનું લિસ્ટ ICCની ઓફિશિયલ વેબસાઈટ પર જાહેર કરી દેવામાં આવ્યું છે. વિજેતાનો નિર્ણય તેને મળનાર વોટોનાં આધારે કરવામાં આવશે.

ICC વુમન પ્લેયર ઓફ ધ ડેકેડ માટે એલિસે પેરી (ઓસ્ટ્રેલિયા), મેગ લેનિંગ (ઓસ્ટ્રેલિયા), સૂઝી બેટ્સ (ન્યુઝીલેન્ડ), સ્ટેફની ટેલર (વેસ્ટ ઈન્ડિઝ), મિતાલી રાજ (ભારત), સારા ટેલર (ઈંગ્લેન્ડ)ને નોમિનેટ કરવામાં આવ્યા છે. જ્યારે વન ડે ટીમ માટે રાજ, લેનિંગ, પેરી, બેટ્સ, ટેલર અને ઝૂલન ગોસ્વામીનું નામ નોમિનેટ કરાયું છે. તો ટી20 માટે લેનિંગ, પેરી, સોફી ડિવાઈન, ડેન્ડ્રા ડોટિન, એલીસા પેરી અને અન્યા શરુબસોલનું નામ સામેલ છે.

જ્યારે સ્પિરિટ ઓફ ક્રિકેટ એવોર્ડ ઓફ ધ ડેકેડ માટે કોહલી, ધોની, વિલિયમસન, બ્રેંડન મેક્કલમ, મિસબાહ ઉલ હક, અન્યા શરુબસોલ, કેથરીન બ્રંટ, મહેલા જયવર્ધને, ડેનિયલ વિટ્ટોરીનું નામ સામેલ કરાયું છે.

virat kohli ravichandran ashwin international cricket council mithali raj