17 February, 2026 10:57 AM IST | Colombo | Gujarati Mid-day Correspondent
હાર્દિક પંડ્યા
ટીમ ઇન્ડિયાના ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ રવિવારે મહાશિવરાત્રિ નિમિત્તે પાકિસ્તાન સામેની મૅચમાં અનોખી ઘડિયાળ પહેરી હતી. અહેવાલ અનુસાર તેણે જેકબ ઍન્ડ કંપની એપિક એક્સ સ્પોર્ટ રુદ્ર એડિશન ઘડિયાળ પહેરી હતી. ભગવાન શિવનું ચિત્ર કોતરેલી આ ઘડિયાળની કિંમત પચીસ લાખ રૂપિયા છે. પાકિસ્તાન સામે તે પહેલાં બૉલે સિક્સ ફટકારવાના ચક્કરમાં કૅચઆઉટ થઈને ગોલ્ડન ડક થયો હતો. બોલિંગ સમયે તેણે ૩ ઓવરમાં માત્ર ૧૬ રન આપીને બે વિકેટ ઝડપી હતી. તેણે એક મેઇડન ઓવર પણ કરી હતી.