ICCરેન્કિંગમાં છવાઇ ગયા ટીમ ઇન્ડિયાના મહારથીઓ,કોહલી-બુમરાહ ટોચના સ્થાને

15 July, 2019 11:35 PM IST  |  London

ICCરેન્કિંગમાં છવાઇ ગયા ટીમ ઇન્ડિયાના મહારથીઓ,કોહલી-બુમરાહ ટોચના સ્થાને

London : વર્લ્ડ કપ 2019ને ઇગ્લેન્ડના રૂપમાં પોતાનો નવો ચેમ્પિયન મળ્યા બાદના 24 કલાકમાં વન-ડે રેન્કિંગ જાહેર કરી દેવામાં આવ્યા હતા. જેમાં કેટલાક ફેરફાર જોવા મળ્યા હતા. વન-ડે રેન્કિંગમાં ઇંગ્લેન્ડે પોતાનું પહેલું સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે ખેલાડીઓના રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓનો દબદબો રહ્યો હતો.

વન-ડે બેટ્સમેનની યાદીમાં કોહલી પહેલા સ્થાને
ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલીએ પોતાની ટોપ પોઝિશન જાળવી રાખી છે. તો બોલિંગમાં જસપ્રીત બુમરાહ પ્રથમ સ્થાને છે. જ્યારે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડના કેટલાક ખેલાડીને ફાયદો થયો છે. બેટિંગ રેન્કિંગની વાત કરીએ તો ટોપ પર વિરાટ કોહલી પોતાનું સ્થાન બચાવવામાં સફળ રહ્યો છે. તો બીજા સ્થાન પર વિશ્વ કપમાં સૌથી વધુ રન બનાવનાર રોહિત શર્મા છે.

ત્યાર બાદ પાકિસ્તાનનો બાબર આઝમ ત્રીજા સ્થાન પર
, ચોથા સ્થાન પર આફ્રિકન કેપ્ટન ડુ પ્લેસિસ છે, જેણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સદી ફટકારી હતી. ન્યૂઝીલેન્ડનો રોસ ટેલર પાંચમાં સ્થાન પર છે. તો કેન વિલિયમસન છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાનો ડેવિડ વોર્નર છે. વોર્નરે વિશ્વ કપમાં 647 રન ફટકાર્યા હતા. વોર્નરે એક વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી છે.

બોલિંગમાં બુમરાહ ટોપ પર

બોલિંગમાં જસપ્રીત બુમરાહે પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. તેણે વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન કરતા 18 વિકેટ પોતાના નામે કરી હતી. બીજા સ્થાન પર ન્યૂઝીલેન્ડનો ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ છે. તેણે કીવી ટીમને ફાઇનલમાં પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્રીજા સ્થાન પર આફ્રિકાનો કગિસો રબાડા છે. ચોથા સ્થાન પર ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ પહોંચી ગયો છે. ઇમરાન તાહિરને વિશ્વકપમાં શાનદાર પ્રદર્શનનો ફાયદો મળ્યો છે અને તે પાંચમાં સ્થાન પર છે. છઠ્ઠા સ્થાન પર અફઘાનિસ્તાનો મુઝીબ ઉર રહમાન છે. ઈંગ્લેન્ડનો ક્રિસ વોક્સ સાતમાં સ્થાને પહોંચી ગયો છે.

આ પણ જુઓ : રવિન્દ્ર જાડેજાઃ 'સર'નો આવો છે રજવાડી અંદાજ

ઓલરાઉન્ડમાં બેન સ્ટોક્સે લગાવી છલાંગ
ઈંગ્લેન્ડના બેન સ્ટોક્સને વિશ્વ કપ ફાઇનલમાં તેના શાનદાર પ્રદર્શનનો ફાયદો મળ્યો છે અને તે પોતાના કરિયરના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર રેન્કિંગ પર પહોંચ્યો છે. તેને બાંગ્લાદેશના શાકિબ અલ હસન બાદ બીજું સ્થાન મળ્યું છે. ત્યારબાદ અફઘાનિસ્તાનનો મોહમ્મદ નબી છે. ચોથા સ્થાન પર પાકિસ્તાનનો ઇમાદ વસીમ અને પાંચમાં સ્થાન પર અફઘાનિસ્તાનનો રાશિદ ખાન છે.

cricket news international cricket council virat kohli world cup 2019