આનંદો : 2022 કોમનવેલ્થમાં મહિલા ટી20 ક્રિકેટનો સમાવેશ થયો

13 August, 2019 05:12 PM IST  |  Dubai

આનંદો : 2022 કોમનવેલ્થમાં મહિલા ટી20 ક્રિકેટનો સમાવેશ થયો

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ

Dubai : ક્રિકેટના ચાહકો માટે સારા સમાચાર આવી રહ્યા છે. ખાસ કરીને મહિલા ક્રિકેટ માટે આ મહત્વના સમાચાર છે. ICC એ ટ્વીટ કરીને જાહેર કર્યું છે કે બર્મિંઘમ ખાતે વર્ષ 2022માં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા ટી20 ક્રિકેટનો સમાવેશ થશે. આ ટુર્નામેન્ટમાં મહિલાની કુલ 8 ટીમોનો સમાવેશ થશે. છેલ્લે 1998માં મલેશિયામાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટની રમત રમાઈ હતી. ત્યારે દક્ષિણ આફ્રિકાની ટીમે 50 ઓવરની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.



આ મહિલા ક્રિકેટ માટે ઐતિહાસિક પળ છે : ICC
ICC ના ચીફ એક્ઝિક્યુટિવ મનુ સ્વાહે કહ્યું હતું કે, આ વુમન્સ ક્રિકેટમાં ઐતિહાસિક પળ છે. તેમજ ગ્લોબલ ક્રિકેટ કમિટી માટે જેણે આ વિચારને વાસ્તવિકતા બનાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. અમે બહુ ખુશ છીએ કે કોમનવેલ્થ એસોસિયેશન વુમન્સ ક્રિકેટના સમાવેશ માટે સહમત થયા હતા.


આ પણ જુઓ : શું તમને ખબર છે કેટલું ભણેલા છે આ સ્ટાર ભારતીય ક્રિકેટર્સ?

અમે કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટનું સ્વાગત કરીએ છીએ : ડેમ લુસી
કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનના પ્રેસિડન્ટ ડેમ લુસી માર્ટિને કહ્યું હતું કે આજે એક ઐતિહાસિક દિવસ છે, અમે ક્રિકેટની રમતનું કોમનવેલ્થ ગેમ્સમાં સ્વાગત કરીએ છીએ. ક્રિકેટ છેલ્લે 1998માં કુઆલાલમ્પુર ખાતે રમાયું હતું. ત્યારે સચિન તેંડુલકર, જેક કાલિસ અને રિકી પોન્ટિંગ જેવા ક્રિકેટિંગ આઇકન તેમાં રમ્યા હતા. અમે માનીએ છીએ કે કોમનવેલ્થ ગેમ્સ વુમન્સ ક્રિકેટને ગ્લોબલ લેવલ પર વધુ માઈલેજ આપવા માટે સારું પ્લેટફોર્મ છે.

cricket news board of control for cricket in india international cricket council