ICC એ જાહેર કર્યા ટેસ્ટ રેન્કિંગ : સ્મિથ 937 પોઇન્ટ સાથે પહેલા સ્થાને

16 September, 2019 09:30 PM IST  |  Mumbai

ICC એ જાહેર કર્યા ટેસ્ટ રેન્કિંગ : સ્મિથ 937 પોઇન્ટ સાથે પહેલા સ્થાને

Mumbai : સ્ટીવ સ્મિથે (Steve Smith) આઇસીસી (ICC) ટેસ્ટ બેટ્સમેન રેન્કિંગમાં નંબર 1ના સ્થાન પર ભારતના સુકાની વિરાટ કોહલી ઉપર 34 પોઇન્ટની લીડ મેળવી છે. સોમવારે એશિઝ સમાપ્ત થયા પછી લેટેસ્ટ રેન્કિંગ જાહેર થયું હતુ. સ્મિથ હવે કોહલી કરતા 34 પોઇન્ટ આગળ છે. 30 વર્ષીય સ્મિથે પાંચમી ટેસ્ટમાં 103 (80 અને 23) રન કર્યા હતા અને પરિણામે તેના અને કોહલી વચ્ચેનું અંતર વધી ગયું છે. સ્મિથે 857 પોઇન્ટ સાથે સીરિઝની શરૂઆત કરી હતી. તે 4 મેચમાં 774 રન ફટકારીને ચોથાથી પહેલા ક્રમે આવી ગયો છે. બોલરોની રેન્કિંગમાં કાંગારું ફાસ્ટ બોલર પેટ કમિન્સ ટોચના સ્થાને છે. તેણે ઇંગ્લેન્ડ વિરુદ્ધની સીરિઝમાં 29 શિકાર સાથે હાઈએસ્ટ વિકેટ ટેકર હતો અને પરિણામે, બીજા ક્રમાંકિત દક્ષિણ આફ્રિકાના કગીસો રબાડા કરતા 57 પોઇન્ટ આગળ છે. ભારતનો જસપ્રિત બુમરાહ ત્રીજા સ્થાને છે.

 

વર્લ્ડ નંબર 5 તરીકે સીરિઝની શરૂઆત કરનાર વોર્નર ટોપ-20ની બહાર થયો

અંતિમ ટેસ્ટમાં સદી ફટકારનાર મેથ્યુ વેડ 32 સ્થાનના ફાયદા સાથે 78મા ક્રમે આવી ગયો છે. ઓલરાઉન્ડર મિચેલ માર્શ પાંચ વિકેટ ઝડપીને 20 સ્થાનના ફાયદા સાથે 54મા ક્રમે આવી ગયો છે. ઓપનર ડેવિડ વોર્નર સાત સ્થાનના નુકસાન સાથે 24મા ક્રમે આવી ગયો છે. તે સીરિઝની શરૂઆતમાં 5મા ક્રમે હતો અને અંત સુધીમાં 19 સ્થાન નીચે આવી ગયો છે. તેણે 10 ઇનિંગ્સમાં 95 રન જ કર્યા હતા.

આ પણ જુઓ : હંમેશા પતિ વિરાટની પડખે ઉભી રહે છે અનુષ્કા..આ તસવીરો છે પુરાવો

જોફ્રા આર્ચર પહેલીવાર ટોપ 40માં પ્રવેશ્યો
બીજી તરફ ઇંગ્લેન્ડ માટે
6 વિકેટ ઝડપનાર જોફ્રા આર્ચર પ્રથમ વાર ટોપ-40મા આવ્યો છે. સેમ કરન છ સ્થાનના ફાયદા સાથે 65મા ક્રમે આવી ગયો છે. અંતિમ ટેસ્ટમાં 70 અને 47 રનની ઇનિંગ્સ રમનાર જોસ બટલર પ્રથમ વાર ટોપ-30માં આવ્યો છે. ઓપનર રોરી બર્ન્સ પણ પાંચ સ્થાનના ફાયદા સાથે 56મા ક્રમે આવી ગયો છે.

cricket news steve smith sports news international cricket council australia