ઇન્ડિ​યન ઝડપી બોલરો પર ઓવારી જતાં ઇયાન ચૅપલ કહે છે...

28 October, 2019 10:10 AM IST  |  મુંબઈ

ઇન્ડિ​યન ઝડપી બોલરો પર ઓવારી જતાં ઇયાન ચૅપલ કહે છે...

ઈયાન ચેપલ

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂ‍ર્વ કૅપ્ટન ઇયાન ચૅપલે ભારતીય ક્રિકેટ ટીમની મન ભરીને પ્રશંસા કરી છે. ઇન્ડિયન ટીમે ઘરઆંગણે સાઉથ આફ્રિકાને ટેસ્ટ સિરીઝમાં ૩-૦થી માત આપી હતી, જેમાં બૅટ્સમેનો અને બોલરોએ ખાસ્સું એવું યોગદાન આપ્યું હતું. ટીમના દરેકેદરેક ડિપાર્ટમેન્ટે આ સિરીઝ જીતવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો જેનાં વખાણ ચૅપલે હાલમાં કર્યાં હતાં અને કહ્યું હતું કે ઇન્ડિયન ફાસ્ટ બોલરો કોઈ પણ કન્ડિશનમાં કૉમ્પિટિશન કરી શકે છે.

આ પણ જુઓઃ જયદેવ ઉનડકટઃ આ ગુજરાતી ખેલાડીએ વસીમ અકરમ પાસેથી શીખી છે બૉલિંગ

વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપના ભાગરૂપે સાઉથ આફ્રિકા સામે રમાયેલી ત્રણ ટેસ્ટ મૅચની સિરીઝમાં રવિચંદ્રન અશ્વિને સૌથી વધારે વિકેટ મેળવી હતી. રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી અને ઉમેશ યાદવે પણ મહેમાન ટીમને પોતાની બોલિંગ દ્વારા હેરાન કરી મૂક્યા હતા. જોકે બોલરોની યાદીમાં જસપ્રીત બુમરાહ તો હાજર પણ નહોતો છતાં ટીમના દરેક પ્લેયરે શાનદાર પર્ફોર્મન્સ આપ્યો હતો.
ચૅપલે આ વાતના સંદર્ભમાં કહ્યું હતું કે ‘ઇન્ડિયાએ પોતાની ગેમમાં બોલરો દ્વારા એક નવું ડાઇમેન્શન ઉમેર્યું છે. જોકે આમાં જસપ્રીત બુમરાહ તો સામેલ નથી. ઘરઆંગણે જીતવામાં આ ટીમને માત આપવી અઘરી છે. કેટલાંય વર્ષોના પ્લાનિંગ અને ઍકૅડેમીઓની મદદથી આજે ભારત ફાસ્ટ બોલરોને લઈને આ સ્થાને પહોંચ્યું છે અને આ એ‍વા ફાસ્ટ બોલરો છે જેઓ ક્રિકેટ વર્લ્ડમાં ગમે ત્યાં જીત અપાવી શકે છે.’

ian chappell sports news