હૅટ-ટ્રિક માટે કયો બૉલ નાખવો એ માટે હું ઘણો કન્ફ્યુઝ્ડ હતો : કુલદીપ

20 December, 2019 10:47 AM IST  |  Mumbai

હૅટ-ટ્રિક માટે કયો બૉલ નાખવો એ માટે હું ઘણો કન્ફ્યુઝ્ડ હતો : કુલદીપ

કુલદીપ યાદવ (PC : PTI)

(આઇ.એ.એન.એસ.) કુલદીપ યાદવનું કહેવું છે કે હૅટ-ટ્રિક વિકેટ માટેનો બૉલ નાખતાં પહેલાં હું કન્ફ્યુઝ્ડ હતો. વન-ડેમાં બે વાર હૅટ-ટ્રિક લેનાર પહેલો ભારતીય બોલર કુલદીપ યાદવ બન્યો છે. વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી વન-ડેમાં કુલદીપ યાદવની હૅટ-ટ્રિક ટર્નિંગ પૉઇન્ટ બની રહી હતી. વેસ્ટ ઇન્ડીઝને ઇન્ડિયાએ ૩૮૮ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જોકે શાઇ હૉપ ધુંઆધાર બૅટિંગ કરી રહ્યો હતો ત્યારે કુલદીપે તેને ૭૮ રને આઉટ કર્યો હતો. ત્યાર બાદ જેસન હોલ્ડરને તેણે ૧૧ રને આઉટ કર્યો હતો. આ બે વિકેટ લીધા બાદ ત્રીજી વિકેટ તેણે અલઝારી જોસેફની લીધી હતી.

આ પણ જુઓ : જાણીતા ક્રિકેટર્સની તેમના બાળકો સાથેની આ ક્યૂટ તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય...

આ વિશે વાત કરતાં કુલદીપે કહ્યું હતું કે ‘ત્રીજી વિકેટ લેવા માટે કયો બૉલ ફેંકવો એ માટે હું કન્ફ્યુઝ્ડ હતો. ગૂગલી નાખવી કે ચાઇનામૅન એ વિશે હું વિચારી રહ્યો હતો અને મેં ગૂગલી નાખવાનું નક્કી કર્યું હતું. આ માટે મેં સેકન્ડ સ્લિપ મૂકી હતી. મેં ઑફ-મિડલ લાઇન પર બૉલ નાખવાનું નક્કી કર્યું હતું અને જો તે એ ચૂકે તો વિકેટ મળી જશે એવો મારો પ્લાન હતો.’

cricket news Kuldeep Yadav