બૅટ્સમૅન શું વિચારી રહ્યો છે એ પહેલાં જ સમજી જાઉં છું : ચહલ

23 February, 2019 09:55 AM IST  | 

બૅટ્સમૅન શું વિચારી રહ્યો છે એ પહેલાં જ સમજી જાઉં છું : ચહલ

યુઝવેન્દ્ર ચહલ

ભારતનો ટૅલન્ટેડ લેગ-સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અત્યારે વર્લ્ડ કપની તૈયારીમાં બિઝી છે. કાંડાના આ સ્પિનરે વર્લ્ડ કપની તૈયારી બાબતે મીડિયા સાથે ખાસ વાતચીત કરી હતી જે આ મુજબ છે...

સવાલ : ટીમ ઇન્ડિયા સાથે આ તારું બીજું વર્ષ છે. તું સતત ટીમનો મહત્વનો ખેલાડી બનતો જઈ રહ્યો છે, તને કેવું લાગી રહ્યું છે?

તેણે કહ્યું, ‘આ રમત રમીને મૅચ્યોરિટી આવી છે. ઘણો કૉન્ફિડન્સ મળે છે જ્યારે તમારો કૅપ્ટન તમારા પર ભરોસો કરતો હોય. ટીમનો અગત્યનો ખેલાડી બનીને ખૂબ સારું લાગે છે. હવે હું બૅટ્સમૅનની ટેક્નિકને ઝડપથી ઓળખી લઉં છું.’

સવાલ : જ્યારે કુલદીપ યાદવ પ્લેઇંગ ઇલેવનમાં નથી હોતો ત્યારે બોલિંગ કરવી કેવી લાગે છે?

તેણે કહ્યું, ‘હું કુલદીપની ગેરહાજરીમાં એવી રીતે જ બોલિંગ કરું છું જેવી રીતે તેની સાથે કરતો હોઉં છું. જ્યારે અમે બન્ને એકસાથે રમીએ ત્યારે મળીને ઘણી વિકેટો ઝડપીએ, પણ ટીમ કૉમ્બિનેશન પર પણ ધ્યાન આપવું પડે છે. વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને મજબૂત બેન્ચ સ્ટ્રેન્થ બનાવવા નવા ખેલાડીઓને ચાન્સ આપવો અનિવાર્ય છે. અમે બન્ને અટૅકિંગ અને એક જેવા બોલરો છીએ.’

સવાલ : અત્યારે માનવામાં આવી રહ્યું છે કે કાંડાની બોલિંગમાં જાદુ છે.

તેણે કહ્યું ‘દરેક ખેલાડી મહેનત કરે છે. જો તમે કાંડાના સ્પિનરોની વાત કરો છો તો અમે અશ્વિન અને જાડ્ડéભાઈ (રવીન્દ્ર જાડેજા)ની નજીક પણ નથી પહોંચ્યા. તે બન્ને ૮-૧૦ વર્ષથી રમી રહ્યા છે. તેમણે ૩૫૦ ટેસ્ટ અને ૨૦૦ વન-ડે વિકેટ લીધી છે અને મેં અને કુલદીપે ૧૦૦ ઇન્ટરનૅશનલ વિકેટ લીધી છે.’

આ પણ વાંચો : એકતા બિશ્ટે ભારતને અપાવી ૬૬ રનથી જીત

તૈયારી પુરજોશમાં

ગઈ કાલે વિશાખાપટ્ટનમના ગ્રાઉન્ડમાં પ્રૅક્ટિસ કરી રહેલા ભારતના બે દિગ્ગજ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી. આવતી કાલથી ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે બે T૨૦ મૅચની સિરીઝનો પ્રારંભ થશે અને બે માર્ચથી પાંચ વન-ડે મૅચની સિરીઝ રમાશે, જે વર્લ્ડ કપ પહેલાં ભારતની છેલ્લી વન-ડે ઇન્ટરનૅશનલ સિરીઝ હશે.

Yuzvendra Chahal cricket news sports news