Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > એકતા બિશ્ટે ભારતને અપાવી ૬૬ રનથી જીત

એકતા બિશ્ટે ભારતને અપાવી ૬૬ રનથી જીત

23 February, 2019 09:49 AM IST |

એકતા બિશ્ટે ભારતને અપાવી ૬૬ રનથી જીત

મૅચવિનિંગ બોલિંગ: એકતા બિશ્ટે વાનખેડે સ્ટેડિયમમાં ઇંગ્લૅન્ડ સામે ધારદાર બોલિંગ કરતાં ૨૫ રનમાં ચાર વિકેટ લીધી હતી.

મૅચવિનિંગ બોલિંગ: એકતા બિશ્ટે વાનખેડે સ્ટેડિયમમાં ઇંગ્લૅન્ડ સામે ધારદાર બોલિંગ કરતાં ૨૫ રનમાં ચાર વિકેટ લીધી હતી.


મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી પહેલી વન-ડેમાં મિતાલી રાજની લીડરશિપમાં ભારતની વિમેન્સ ટીમે ઇંગ્લૅન્ડની વિમેન્સ ટીમને ૬૬ રનથી હરાવીને ૩ મૅચની વન-ડે ઇન્ટરનૅશનલ સિરીઝમાં ૧-૦થી લીડ લીધી હતી. ગયા નવેમ્બરમાં વેસ્ટ ઇન્ડીઝમાં યોજાયેલા છઠ્ઠા વિમેન્સ T૨૦ ઇન્ટરનૅશનલ વર્લ્ડ કપની સેમી-ફાઇનલમાં ભારતનો ઇંગ્લૅન્ડની ટીમ સામે ૮ વિકેટથી પરાજય થયો હતો. ટૉસ જીતીને ઇંગ્લૅન્ડે પહેલાં બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. ૧૮ વર્ષની મુંબઈની ઓપનર જેમાઇમા રૉડ્રિગ્સના ૪૮, મિતાલી રાજના ૪૪ અને ઝુલન ગોસ્વામીના ૩૦ રનની મદદથી ભારતની ટીમ ૪૯.૪ ઓવરમાં ૨૦૨ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું.

આ પણ વાંચો: પાકિસ્તાન સાથે ક્રિકેટ પર શું બોલ્યા સચિન તેન્ડુલકર ?



જવાબમાં ઇંગ્લૅન્ડે ૧૩.૨ ઓવરમાં ૩ વિકેટ ૩૮ રનમાં ગુમાવી હતી. ત્યાર બાદ નતાલી સ્કાઇવરે કૅપ્ટન હીધર નાઇટ સાથે સંભાળીને રમતાં સ્કોર ૩૦.૪ ઓવરમાં ૧૧૧ સુધી પહોંચાડ્યો હતો. અહીં એકતા બિસ્ટે ૪ વિકેટ ઝડપીને ઇંગ્લૅન્ડની ટીમને પરાજય તરફ ધકેલ્યું હતું. પ્રવાસી ટીમે છેલ્લી ૭ વિકેટ ફક્ત ૨૫ રનમાં ગુમાવી હતી. સમગ્ર ટીમ ૪૧ ઓવરમાં ૧૩૬ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. પ્લેયર ઑફ ધ મૅચ એકતા બિસ્ટે ૨૫ રનમાં ૪, શિખા પાન્ડે અને દીપ્તિ શર્માએ ૨-૨ વિકેટ લીધી હતી.


Whatsapp-channel Whatsapp-channel

23 February, 2019 09:49 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK