મારે વિરાટ કોહલીના સુકાનીમાં રમવું છે : શ્રીસંથ

21 August, 2019 02:35 PM IST  |  Mumbai

મારે વિરાટ કોહલીના સુકાનીમાં રમવું છે : શ્રીસંથ

Mumbai : શ્રીસંથ પર ભારતીય ક્રિકેટ બોર્ડ મહેરબાન થઇ જતાં તેના પરથી આજીવન પ્રતિબંધ ઘટાડીને 7 વર્ષનો કર્યો હતો. આમ હવે તેના પર પ્રતિબંધ હવે 13 સપ્ટેમ્બર, 2020ના રોજ સમાપ્ત થઇ જશે. BCCI ના લોકપાલે કહ્યું હતું કે શ્રીસંથ પર લાગેલો આજીવન પ્રતિબંધ હવે 7 વર્ષનો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શ્રીસંથે પ્રતિબંધ ઘટ્યા પછી 100 ટેસ્ટ વિકેટ સાથે કરિયર સમાપ્ત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.


વિરાટ કોહલીની કપ્તાનીમાં રમવું છે
શ્રીસંથે કહ્યું હતું કે હું ખુશ છું. હું મારા તમામ ચાહકોનો આભાર માનું છું કે જેમણે મારા માટે પ્રાર્થના કરી છે. હું લિએન્ડર પેસને મારો આદર્શ માનું છું. તે 45ની વયે ગ્રાન્ડ સ્લેમ રમી શકે છે, નહેરા 38 વર્ષે વર્લ્ડકપ રમી શકે છે તો હું કેમ નહીં? હું અત્યારે 36 વર્ષનો છું અને મારી ટ્રેનિંગ ચાલુ છે. મેં ટેસ્ટ ક્રિકેટમાં 87 વિકેટ લીધી છે અને મારે 100 ટેસ્ટ વિકેટ સાથે કરિયર સમાપ્ત કરવું છે.

આ પણ જુઓ : ક્રિકેટની ફૅન રાતોરાત બની ગઈ હતી ફૅમસ, જાણો કોણ છે?

મને વિશ્વાસ છે કે હું ટીમમાં ફરી કમબેક માટે સક્ષમ છું : શ્રીસંથ
મને વિશ્વાસ છે કે હું ભારતીય ટીમમાં કમબેક કરવા સક્ષમ છું. મારે હંમેશાથી વિરાટ કોહલીની કપ્તાનીમાં રમવું હતું અને તે તક મળે તો ,મારુ શ્રેષ્ઠ આપવા ઉત્સુક છું. શ્રીસંથે 27 ટેસ્ટમાં 87 વિકેટ, 53 વનડેમાં 75 વિકેટ અને 10 ટી-20માં 7 વિકેટ લીધી છે. વર્ષ 2013માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા શ્રીસંત પર સ્પોટ ફિક્સિંગનો આરોપ લાગ્યો હતો. તેમાં તેની ટીમના જ અજીત ચંદેલા અને અંકિત ચૌહાણનું નામ પણ સામેલ હતું. શ્રીસંત પર આરોપ હતો કે તેણે કિંગ્સ ઈલેવન પંજાબ વિરુદ્ધની મેચની બીજી ઓવરમાં 14 રન આપવા માટે સ્પોટ ફિક્સિંગ કરી હતી. આ વર્ષે એપ્રિલમાં જસ્ટિસ અશોક ભૂષણ અને કેએમ જોસેફની બેન્ચે લોકપાલને શ્રીસંતની સજા મુદ્દે 3 મહિનામાં નિર્ણય લેવા જણાવ્યું હતું.

cricket news sreesanth s sreesanth