છ નંબર પર રમવા સિવાય મારે કોઈ છૂટકો નથી : મનીષ પાન્ડે

02 February, 2020 10:18 AM IST  |  Wellington

છ નંબર પર રમવા સિવાય મારે કોઈ છૂટકો નથી : મનીષ પાન્ડે

મનીષ પાન્ડે

ન્યુ ઝીલૅન્ડ અને ઇન્ડિયા વચ્ચેની ટી૨૦માં મનીષ પાન્ડેને લોઅર મિડલ ઓર્ડરમાં મોકલવામાં આવ્યો હતો. જોકે ટીમ માટે તેણે પોતાનું સ્થાન એડજસ્ટ કરવું પડી રહ્યું છે. આ વિશે પાન્ડેએ કહ્યું કે ‘મારી પાસે કોઈ વિકલ્પ નથી. મારે સારું પર્ફોમ કરતાં રહેવું પડશે. નંબર છ પર બૅટિંગ કરવા માટે મારે પોતાનું માઇન્ડ સેટ કરવું પડશે કેમ કે સામાન્યપણે હું ત્રીજા અથવા ચોથા ક્રમે રમવા ઉતરું છું. અપર ઓર્ડરમાં કોમ્પિટીશન ઘણી તગડી છે માટે મારે તકની રાહ જોવી પડશે’

ન્યુ ઝીલૅન્ડ સામેની ચોથી ટી૨૦માં પાન્ડેએ છઠ્ઠા ક્રમે આવી નોટઆઉટ ૫૦ રન બનાવ્યા હતા. ચોથી મૅચ બાદ પાન્ડેએ કહ્યું કે ‘આજે મારી પાસે તક હતી અને હવે છું નંબર છ માટે મારી જાતને તૈયાર કરી રહ્યો છું. આ વાત સરળ નથી કેમ કે તમે છેલ્લાં બૅટ્સમેન હો છો જેના માથે ટીમનો સ્કોર આગળ લઈ જવાની જવાબદારી હોય છે. ટોપ ઓર્ડર સારું પર્ફોમ ન કરી શકે તો નીચેના ઓર્ડર પર પ્રેશર આવે અને આ વખતે પણ એમ જ થયું જેનો મેં લાભ લીધો હતો.’

india new zealand manish pandey cricket news sports news