મેં પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચ પદ માટે આવેદન ભર્યું જ નથી : મિસ્બાહ

22 August, 2019 09:40 PM IST  |  Mumbai

મેં પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચ પદ માટે આવેદન ભર્યું જ નથી : મિસ્બાહ

મિસ્બાહ ઉલ હક્ક

Mumbai : પાકિસ્તાન ક્રિકેટ ટીમના પુર્વ સુકાની મિસ્બાહ ઉલ હકે એ સમાચારોને અફવા ગણાવી કે જેમાં તેણે ટીમના મુખ્ય કોચ બનવા માટેની અરજી કરી હતી. મિસ્બાહે આ તમામ અફવાઓનું ખંડન કર્યું હતું અને કહ્યું કે તેણે પાકિસ્તાન ક્રિકેટ ટીમના મુખ્ય કોચ પદ માટે આવેદન ભર્યું જ નથી.


મારૂ ધ્યાન ખેલાડીઓને ફિટ રાખવા અને તેમને શ્રેષ્ઠ બનાવવામાં હોય છે : મિસ્બાહ
મિસ્બાહ ઉલ હકે નેશનલ ક્રિકેટ એકેડેમીમાં બીજા દિવસે પ્રેક્ટિસ બાદ બુધવારે મીડિયા સાથે વાત કરી હતી. તેણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે તેનું હાલ પુરૂ ધ્યાન કેમ્પમાં જ છે. હું સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં જોડાયેલા ખેલાડીઓનું ખાસ ધ્યાન રાખતો હોવ છું. મારૂ લક્ષ્ય ખેલાડીઓને ફિટ રાખવા અને તેમને શ્રેષ્ઠ ખેલાડી બનાવવા માટેનું હોય છે.


આ પણ જુઓ : રવિન્દ્ર જાડેજાઃ 'સર'નો આવો છે રજવાડી અંદાજ

ટીમનો સુકાની પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ જ કરશે : મિસ્બાહ
પાકિસ્તાન ક્રિકેટ ટીમને ટી20 વર્લ્ડ કપની ફાઇનલ સુધી પહોંચાડવામાં મહત્વની ભુમિકા ભજવનાર મિસ્બાહ ઉલ હકે રાષ્ટ્રીય ક્રિકેટ ટીમને લઇને જણાવ્યું કે પાકિસ્તા ક્રિકેટ બોર્ડ (PCB) નિર્ણય લેશે કે ટીમનો સુકાની કોણ હશે. ઉલ્લેખનીય છે કે મિસ્બાહ 18 ક્રિકેટરોને નેશનલ ક્રિકેટ એકેડેમીમાં પ્રી સીઝન ટ્રેનીંગ કેમ્પ આપી રહ્યો છે. તેણે વધુમાં કહ્યું કે કોઇ પણ ખેલાડીને તેના સ્થાનીક ક્રિકેટમાં કરેલા પ્રદર્શનના આધારે જ પસંદ કરવામાં આવે છે. ફિટનેસ જરૂરી છે પણ તેનું કોઇ ચોક્કસ માપદંડ નથી હોતું.

cricket news pakistan misbah-ul-haq