ક્રિકેટના ગ્રેટ પ્લેયર્સને ખાલી સ્ટેડિયમમાં રમતા નહીં જોઈ શકું: ગાંગુલી

19 November, 2019 12:52 PM IST  |  Kolkata

ક્રિકેટના ગ્રેટ પ્લેયર્સને ખાલી સ્ટેડિયમમાં રમતા નહીં જોઈ શકું: ગાંગુલી

સૌરવ ગાંગુલી

(આઇ.એ.એન.એસ.) સૌરવ ગાંગુલીનું કહેવું છે કે તે ક્રિકેટના ગ્રેટ પ્લેયર્સને ખાલી સ્ટેડિયમમાં રમતા નહીં જોઈ શકે. ગાંગુલીએ એમ પણ કહ્યું હતું કે ઈડન ગાર્ડન્સમાં રમવાથી વિરાટ કોહલીને ખુશી થશે. ઇન્દોરમાં પહેલી ટેસ્ટ બંગલા દેશને હરાવ્યા બાદ ઇન્ડિયા હવે ૨૨ નવેમ્બરે ઈડન ગાર્ડન્સમાં પહેલી વાર ડે-નાઇટ ટેસ્ટ મૅચ રમશે. વિરાટ કોહલીને આ મૅચ રમવા માટે તૈયાર કરતાં ગાંગુલીને ફક્ત ત્રણ સેકન્ડનો સમય લાગ્યો હતો.

ભારતીય ક્રિકેટ બોર્ડના ચીફ સૌરવ ગાંગુલી હાલમાં આ ટેસ્ટ મૅચને સફળ બનાવવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યો છે. તે હાલમાં જ પિન્ક ટેસ્ટ માસ્કોટ-પિન્કુ અને ટિન્કુ-સાથે જોવા મળ્યો હતો. મૅચ અને કોહલી વિશે વાત કરતાં ગાંગુલીએ કહ્યું હતું કે ‘તે એક ગ્રેટ પ્લેયર છે અને તે હાઉસફુલ સ્ટેડિયમમાં રમવાનું ડિઝર્વ કરે છે. તે જ્યારે બૅટિંગ કરવા માટે જશે ત્યારે હાઉસફુલ સ્ટેડિયમને જોઈને ખુશ થશે.

આ પણ જુઓ : જાણીતા ક્રિકેટર્સની તેમના બાળકો સાથેની આ ક્યૂટ તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય...

ઈડન ગાર્ડન્સમાં તમને ઍટ્મૉસ્ફિયર ખૂબ જ પસંદ પડશે એથી અહીં મૅચ જોવા આવવા દરેકને વિનંતી છે. ક્રિકેટના ગ્રેટ પ્લેયર્સને હું ખાલી સ્ટેડિયમમાં રમતા નથી જોઈ શકતો.’

cricket news sourav ganguly