હું એવા સમયે અધ્યક્ષ બન્યો છું જ્યારે BCCI ની છબી ઘણી ખરાબ છે : ગાંગુલી

14 October, 2019 07:45 PM IST  |  Mumbai

હું એવા સમયે અધ્યક્ષ બન્યો છું જ્યારે BCCI ની છબી ઘણી ખરાબ છે : ગાંગુલી

સૌરવ ગાંગુલી

Mumbai : બેંગાલ ટાઇગર અને પુર્વ ટીમ ઇન્ડિયાના ક્રિકેટર સૌરવ ગાંગુલી ભારતીય ક્રિકેટ બોર્ડના નવા અધ્યક્ષ બની ચુક્યા છે. મહત્વનું છે કે બંગાળ ક્રિકેટના અધ્યક્ષ પદમાં ગાંગુલી 5 વર્ષ 2 મહિનાથી હોવાના કારણે તે માત્ર 10 મહિના માટે જ બીસીસીઆઇના અધ્યક્ષ બની રહેશે. ત્યારે તેમના જ્યારે પુછવામાં આવ્યું કે નવી ઇનીંગ શરૂ કર્યા બાદ તેમની પ્રાથમીકતા શું હશે. ત્યારે તેણે કહ્યું કે આ મારા માટે શ્રેષ્ઠ તક છે. હું એવા સમયે આ પદ પર આવ્યો છું જ્યારે બોર્ડની છબી ઘણી ખરાબ છે. જોકે હું ટીમ ઇન્ડિયાના સુકાની તરીકે પણ જ્યારે આવ્યો હતો ત્યારે ટીમની હાલત પણ ખરાબ જ હતી. એટલે હું હવે ટીમને સંભાળી લઇશ.


મુંબઇમાં બીસીસીઆઇની બેઠકમાં બોર્ડના અધ્યક્ષ પદ માટે સૌરવ ગાંગુલીનું નામ રજૂ કરવામાં આવ્યું હતું. આ રેસમાં બ્રિજેશ પટેલને પાછળ રાખી દીધા હતા. બીસીસીઆઇના અધ્યક્ષ બનતા તમે કેવું અનુભવો છો તેના જવાબમાં ગાંગુલીએ જણાવ્યું હતું કે 'મને ઘણુ સારું લાગી રહ્યું છે, કારણ કે હું દેશ માટે ક્રિકેટ રમ્યો છું અને કેપ્ટનશીપ પણ કરેલી છે. હું એવા સમયે આ પદ પર બેસવા જઈ રહ્યો છું કે જ્યારે બોર્ડની છબિ છેલ્લા 3 વર્ષથી સતત ખરાબ થઈ રહી છે. મારા માટે આ એક સારી તક છે.


ગાંગુલીનો કાર્યકાળ 10 મહિના માટે રહેશે.
ગાંગુલી અધ્યક્ષ બનશે તો તેમનો કાર્યકાળ આગામી વર્ષ 2020 સુધી રહેશે. તે 5 વર્ષથી બંગાળ ક્રિકેટના અધ્યક્ષ છે. બોર્ડમાં 6 વર્ષ સુધી પદ પર રહ્યા બાદ તેમણે કૂલિંગ ઓફ (આરામ) આપવામાં આવશે. બોર્ડમાં કોઈ પણ સભ્ય 9 વર્ષ સુધી કોઈ પણ પદ પર રહી શકે છે. પોતાના વહીવટી ગુરુ જગમોહન દાલમિયાની માફક ગાંગુલી આ પદની રેસમાં ત્યારે આવ્યા હતા કે જ્યારે એવું લાગતુ હતું કે અધ્યક્ષ અન્ય કોઈ બનશે.


મારી પહેલી પ્રાથમિકતા પ્રથમ શ્રેણી ક્રિકેટ
ગાંગુલીએ વધુમાં જણાવ્યું હતું કે નાના કાર્યકાળમાં મારી પહેલી પ્રાથમિકતા પ્રથમ શ્રેણી ક્રિકેટરોની કાળજી રાખવાની રહેશે. ભારતીય ક્રિકેટમાં પણ હિતધારકોને મળવાની યોજના છે. હું કંઈક એવું કરવા માગુ છું કે જે સીઓએ 33 મહિના સુધી નથી કર્યું. ગાંગુલીએ 113 ટેસ્ટમાં 7212 અને 311 વન-ડે માં 11363 રન કર્યા છે. તેઓ વર્ષ 2000 થી 2005 સુધી ટીમ ઈન્ડિયાના કેપ્ટન રહ્યા હતા. છેલ્લા 5 વર્ષથી ગાંગુલી બંગાળ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ છે.

આ પણ જુઓ : હંમેશા પતિ વિરાટની પડખે ઉભી રહે છે અનુષ્કા..આ તસવીરો છે પુરાવો

ગાંગુલી ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા
ગાંગુલી શનિવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. તેમણે પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ બંગાળમાં ભાજપ માટે પ્રચાર કરશે, તો ગાંગુલીએ ઈન્કાર કર્યો હતો.

cricket news sports news sourav ganguly board of control for cricket in india