આઇસીસીની ટેસ્ટ રૅન્કિંગમાં હોલ્ડર બન્યો નંબર વન ઑલરાઉન્ડર

16 July, 2020 10:24 PM IST  |  Mumbai Desk | Agencies

આઇસીસીની ટેસ્ટ રૅન્કિંગમાં હોલ્ડર બન્યો નંબર વન ઑલરાઉન્ડર

હોલ્ડર

ઇંગ્લૅન્ડ સામેની પહેલી ટેસ્ટ મૅચમાં જબરદસ્ત પ્રદર્શન કરીને જેસન હોલ્ડરે સૌકોઈનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે. આઇસીસી ટેસ્ટ-રૅન્કિંગમાં પણ તેને ફાયદો થયો છે અને તે બોલિંગ રૅન્કિંગમાં પોતાના કરીઅરનો સૌથી સારો જમ્પ મારીને ૮૬૨ પૉઇન્ટ સાથે બીજા નંબરે પહોંચ્યો છે. છેલ્લાં ૨૦ વર્ષમાં વેસ્ટ ઇન્ડીઝના એક પણ બોલરને આટલા પૉઇન્ટ નથી મળ્યા. હોલ્ડરે પહેલી ઇનિંગમાં ૪૨ રન આપીને છ વિકેટ લીધી હતી, જ્યારે બીજી ઇનિંગમાં તેને માત્ર એક વિકેટ મળી હતી. બૅટ્સમેનોની યાદીમાં તે ૩૫મા ક્રમાંકે છે, જ્યારે ૪૮૫ પૉઇન્ટ સાથે ઑલરાઉન્ડરોની યાદીમાં તે ટોચ પર છે. જોકે આ ઑલરાઉન્ડરોની યાદીમાં બેન સ્ટોક્સ ૪૩૧ પૉઇન્ટ સાથે બીજા ક્રમાંકે છે.

sports sports news cricket news